<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

બિહારના જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ

સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ

પટના : બહારના મિથિલાંચલ વિસ્‍તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્‍સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પળષ્ટિ કરતા જણાવ્‍યું હતું કે, એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટીએ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે. આ કેસમાં કથાકારના ગુરુ મૌની બાબાની ભૂમિકા પણ શંકાસ્‍પદ જણાતા તેમની સામે તપાસ શરૂ કરાઈ છે, જોકે હાલ તેઓ ફરાર છે.

(4:13 PM IST)