હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોમાં ઐતિહાસિક પરિવર્તન: સંરક્ષણ, અવકાશ અને અણુ ઊર્જા ક્ષેત્રે નવી ભાગીદારી: અબુ ધાબીમાં 'હાઉસ ઓફ ઈન્ડિયા'ની સ્થાપના માટે પણ બંને દેશો સહમત
નરેન્દ્રભાઈએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું

ભારત-મિડલ ઈસ્ટ ઈકોનોમિક કોરિડોર માટે યુએઈનું મહત્વ ભારત માટે ઘણું વધી ગયું: આ ભાગીદારી હવે પરંપરાગત વ્યાપારથી આગળ વધીને ગ્લોબલ સિક્યુરિટી અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરફ આગળ વધી રહી છે
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચેના રાજદ્વારી સંબંધો હવે માત્ર તેલ અને વ્યાપાર પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ તે એક વ્યુહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયા છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાલની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોની નવી ઊંચાઈ જોવા મળી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ અને ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું, જે બંને નેતાઓ વચ્ચેના ગાઢ અંગત સંબંધો દર્શાવે છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગેના ફ્રેમવર્ક એગ્રીમેન્ટ માટે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ભવિષ્યમાં સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવશે.
ઉપરાંત, બંને દેશોએ નાગરિક પરમાણુ સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. અમેરિકામાં તાજેતરમાં પસાર થયેલા 'શાંતિ એક્ટ'ના સંદર્ભમાં, ભારત અને યુએઈ એડવાન્સ ન્યુક્લિયર ટેકનોલોજી અને મોટા પરમાણુ રિએક્ટર્સના વિકાસ અને સ્થાપનામાં ભાગીદારી વધારવા પર વિચાર કરી રહ્યા છે.
અવકાશ ક્ષેત્રે પણ બંને દેશોએ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં લોન્ચ સુવિધાઓ, સેટેલાઇટ ફેબ્રિકેશન અને ટ્રેનિંગ સેન્ટર્સ સ્થાપવાનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા, યુરોપ સાથેની કનેક્ટિવિટી અને ખાસ કરીને ભારત-મિડલ ઈસ્ટ ઈકોનોમિક કોરિડોર માટે યુએઈનું મહત્વ ભારત માટે ઘણું વધી ગયું છે. આ ભાગીદારી હવે પરંપરાગત વ્યાપારથી આગળ વધીને ગ્લોબલ સિક્યુરિટી અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરફ આગળ વધી રહી છે. વધુમાં, અબુ ધાબીમાં 'હાઉસ ઓફ ઈન્ડિયા'ની સ્થાપના માટે પણ બંને દેશો સહમત થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
