હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મીઠાઈના શોખીનો હવે મન ભરીને માણી શકશે ગળપણ! વિજ્ઞાને શોધ્યો ખાંડનો ‘જાદુઈ’ વિકલ્પ: ટેગાટોઝના આગમન સાથે ડાયાબિટીસ અને મેદસ્વીતાના યુગનો આવશે અંત
સ્વાદમાં ૯૨% ખાંડ જેવી જ મીઠાશ પણ કેલરીમાં સાવ નજીવી: શરીરમાં ઈન્સ્યુલિન વધાર્યા વગર ગળપણનો આનંદ આપતી ‘ટેગાટોઝ’ શર્કરા બનશે હેલ્થ સેક્ટરની ગેમ-ચેન્જર, હવે મીઠાઈ ખાધા પછી પસ્તાવો કરવાની જરૂર નહીં રહે

એક ક્રાંતિકારી સમાચાર વિજ્ઞાન અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આવ્યા છે. જે લોકો ગળ્યું ખાવાના શોખીન છે પરંતુ ડાયાબિટીસ કે વજન વધવાની બીકે મીઠાઈથી દૂર રહે છે, તેમના માટે વૈજ્ઞાનિકોએ એક નવી ભેટ તૈયાર કરી છે. સંશોધકોએ ‘ટેગાટોઝ’ નામની એક વિશેષ પ્રકારની શર્કરા (સુગર) વિકસાવી છે. આ સુગરની વિશેષતા એ છે કે તે સ્વાદમાં સામાન્ય ખાંડ (સુક્રોઝ) જેવી જ હોય છે.
આ અંગે મળતી વિગતો મુજબ, ટેગાટોઝમાં સામાન્ય ખાંડની સરખામણીમાં ૯૨ (બાણું) ટકા જેટલું ગળપણ હોય છે, એટલે કે સ્વાદમાં કોઈ ખાસ ફરક વર્તાતો નથી.
જોકે, સૌથી ચોંકાવનારી અને ફાયદાકારક બાબત એ છે કે તેમાં સામાન્ય ખાંડ કરતા માત્ર ત્રીજા ભાગની જ કેલરી હોય છે. આનો અર્થ એ થયો કે તમે ગળપણનો આનંદ માણી શકો છો પરંતુ તમારા શરીરમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું જશે.
આ સંશોધન ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. સામાન્ય ખાંડ ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ અચાનક વધી જાય છે અને ઈન્સ્યુલિન સ્પાઈક થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ ટેગાટોઝના સેવનથી શરીરમાં ઈન્સ્યુલિનના સ્તરમાં કોઈ જ વધારો થતો નથી. આથી, તેને ‘ગિલ્ટ-ફ્રી’ સ્વીટનર એટલે કે પસ્તાવો કર્યા વગર ખાઈ શકાય તેવી મીઠાશ ગણાવવામાં આવી રહી છે.
ભવિષ્યમાં ખાદ્ય ઉદ્યોગમાં સોફ્ટ ડ્રિંક્સ, કેક અને અન્ય મીઠાઈઓમાં સામાન્ય ખાંડની જગ્યાએ આ ટેગાટોઝનો ઉપયોગ વધે તેવી પૂરી શક્યતા છે, જે મેદસ્વીતા અને ડાયાબિટીસ સામે લડવામાં મદદરૂપ થશે તેમ નેચર માં પ્રસિદ્ધ થયેલો અહેવાલ જણાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
