તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 20th January 2026
પાકિસ્તાન ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતમાં કંઈક કરવાની વેતરણમાં
બંગલાદેશથી આતંકવાદીઓ જળમાર્ગે ઘૂસણખોરી કરે એવી શક્યતા

નવી દિલ્હી તા.૨૦: પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતમાં મોટો હુમલો કરાવવાની તજવીજ કરી રહી છે એવી માહિતી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને મળી છે. આપણી એજન્સીઓએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) ઉપરાંત બંગલાદેશના રસ્તે સંભવિત આતંકવાદી ઘૂસણખોરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય ગુપ્તચર સંસ્થાઓને માહિતી મળી છે કે ISI ૨૬ જાન્યુઆરી પહેલાં ભારતમાં કંઈક નાપાક કરવાની વેતરણમાં છે. સૂત્રોના કહેવા મુજબ PoKનાં લોન્ચપેડ સક્રિય છે પણ ત્યાંથી ઘૂસણખોરી સંભવ નથી થઈ રહી એટલે ISI બંગલાદેશના રસ્તે ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહી છે. એવી માહિતી મળી છે કે આતંકવાદીઓ જળમાર્ગે બંગલાદેશમાં પ્રવેશ કરશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
