<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

નાઇજીરીયામાં ૩ ચર્ચ પર મોટો હુમલો ૧૫૦થી વધુ શ્રદ્ધાળુઓનું સામૂહિક અપહરણ

નાઇજીરીયામાં રવિવારે પ્રાર્થના સમયે ચર્ચમાં હુમલો કરવામાં આવ્‍યો

કાજુરૂ તા.૨૦: પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાં ફરી એકવાર આતંકવાદીઓએ નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્‍યા છે. નાઇજીરીયાના કડુના રાજ્‍યમાં રવિવારે પ્રાર્થના સભા દરમિયાન હથિયારધારી બંદૂકધારીઓએ ત્રણ ચર્ચ પર એકસાથે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ૧૫૦થી વધુ શ્રદ્વાળુઓનું અપહરણ કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

સ્‍થાનિક ધારાસભ્‍ય ઉસ્‍માન દાનલામી સ્‍ટિંગોના જણાવ્‍યા અનુસાર, આ હુમલો કડુના રાજ્‍યના કાજુરુ વિસ્‍તારમાં આવેલા કુર્મિન વાલી સમુદાયમાં થયો હતો. જ્‍યારે લોકો કેથોલિક અને ચેરુબિમ-સેરાફિમ ચર્ચમાં રવિવારની પ્રાર્થનામાં વ્‍યસ્‍ત હતા, ત્‍યારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને લોકોને બંધક બનાવ્‍યા હતા. હુમલા બાદ વિસ્‍તારમાં ભારે તણાવ અને ડરનો માહોલ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, કુલ ૧૭૭ લોકો ગુમ થયા હતા, જેમાંથી ૧૧ લોકો ગમે તેમ કરીને જીવ બચાવી પાછા ફર્યા છે. જોકે, હજુ પણ ૧૬૮ લોકો આતંકવાદીઓના કબજામાં હોવાનું મનાય છે. આヘર્યની વાત એ છે કે અત્‍યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્‍વીકારી નથી અને પોલીસ તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી.

આફ્રિકાના સૌથી વધુ વસ્‍તી ધરાવતા દેશ નાઇજીરીયામાં ચર્ચ અને શાળાઓ પર હુમલા સામાન્‍ય બની ગયા છે. ખાસ કરીને ઉત્તરીય પ્રદેશમાં સક્રિય ગેંગ્‍સ ખંડણી માટે સામૂહિક અપહરણના ગુનાઓને અંજામ આપે છે. જોકે, સરકાર આ પ્રકારની હિસાને ખ્રિસ્‍તી નરસંહાર ગણાવવાનો ઇનકાર કરી રહી છે, પરંતુ જમીની હકીકત ખૂબ જ ગંભીર છે.

નાઇજીરીયામાં ખ્રિસ્‍તી સમુદાય પર થતા હુમલાઓને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સહિત અનેક સાંસદો ચિતા વ્‍યક્‍ત કરી ચૂક્‍યા છે. નોંધનીય છે કે, ૨૫ડિસેમ્‍બરે સોકોટો પ્રાંતમાં અમેરિકી સેનાએ ISIS વિરુદ્ધ ઓપરેશન કરીને વળતો પ્રહાર કર્યો હતો, છતાં આતંકી ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી

(9:59 AM IST)