હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉ.ભારતમાં કાતિલ કોલ્ડવેવઃ સોનમર્ગ -૮.૯ ડિગ્રી ઠંડીમાં થીજ્યું
હિમાચલમાં બરફવર્ષા ,અમૃતસરમાં પારો ગગડી ૧.૭ ડિગ્રી

નવી દિલ્હી તા.૨૦: દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતમાં રવિવારે કોલ્ડ વેવનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. જમ્મુ કાસ્મીરનું સોનમર્ગ માઈનસ ૮.૯ ડિગ્રી ઠંડીમાં થીજી ગયું હતું, જ્યારે હિમાચલપ્રદેશમાં હળવી બરફવર્ષા થઈ હતી. પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ગગડીને ૧.૭ ડિગ્રી થયું હતું. ઠંડીના પ્રકોપ સાથે ગાઢ ધુમ્મસને કારણે ઘણા માર્ગ અકસ્માતો પણ થયા હતાં.
હરિયાણાના નૂહમાં કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસ-વે પર ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત બે લોકો જીવતા ભળથુ થયાં હતાં. આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો અને એક્સપ્રેસ વે પર ટ્રાફિક ખોરવાયો હતો. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ વચ્ચે દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઓછામાં ઓછા ૨૦ વાહનો અથડાયા હતાં અને તેનાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા ૨૪ લોકો ઘાયલ થયા હતાં.
જમ્મુ-કાશ્મીરમાં સોનમર્ગ ખીણપ્રદેશનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ ૮.૯ ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં માઈનસ ૪.૮, દક્ષિણ કાશ્મીરના શોપિયાનમાં માઇનસ ૬.૭, પહલગામમાં માઇનસ ૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હિમાચલપ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લા સહિતના ઊંચા પહાડી વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવી બરફવર્ષા જોવા મળી હતી. હમીરપુર, ઉના અને મંડીમાં ઠંડીનું મોજું જોવા મળ્યું હતાં, જ્યાં તાપમાન અનુક્રમે ૨.૧, ૨.૭ અને ૩.૯ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે ૨૦ જાન્યુઆરી સુધી પહાડી વિસ્તારોમાં હળવી બરફવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી હતી. પંજાબના અમૃતસર સહિતના વિસ્તારોમાં કડકડતી ઠંડી ચાલુ રહી હતી. અમૃતસરમાં ૧.૭ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. પડોશી રાજ્ય હરિયાણાના હોશિયારપુરમાં લઘુત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી રહ્યું હતું. ચંદીગઢમાં રાત્રે ઠંડી ૫.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
