<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતના જેમ્‍સ બોન્‍ડ અજિત ડોભાલનો આજે જન્‍મદિવસઃ ૮૨માં વર્ષમાં પ્રવેશ

૨૦૧૪થી અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભૂમિકામાં : પંજાબ આંતકવાદ હોય કે હોય પાકિસ્‍તાન મિશન કે પછી સર્જિકલ સ્‍ટ્રાઇક, બાલાકોટ સ્‍ટ્રાઈક, ડોકલામ હોય કે હોય લદાખ જેમ્‍સ બોન્‍ડ સદા અનેરી ભૂમિકામાં

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને દેશના જેમ્‍સ બોન્‍ડ અજિત ડોભાલનો આજે જન્‍મ દિવસ છે.

આવો આપણે આ ઇન્‍ડિયન જેમ્‍સ બોન્‍ડ વિશે જોઈએ તો ૨૦ મી જાન્‍યુઆરી ૧૯૪૫ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ ખાતે જન્‍મ, અજીતજીએ આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાષા માં એમ એ કર્યું અને ૧૯૬૮ બેચ ના આઈ પી એસ કેડર અધિકારી તરીકે જોડાયા, અને કેન્‍દ્‌ સરકાર હેઠળ કેરળ અને પંજાબ ખાતે કામ કર્યું, આઈબી લાંબા સમય સુધી અગત્‍યની જવાબદારીઓ સંભાળી.

ડોભાલે હાથ ધરેલ વિશેષ અને ગુપ્ત ઓપરેશન્‍સ વિશે જોઈએ તો પંજાબ આતંકવાદ (૧૯૮૦૯૦) ખાલિસ્‍તાની આતંકવાદ દરમિયાન મુખ્‍ય ભૂમિકા આતંકવાદીઓ માં છુપાઈને માહિતી એકત્ર કરી પંજાબમાં શાંતિ સ્‍થાપનામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું.

કાશ્‍મીર અને પાકિસ્‍તાન મિશન ૭ વર્ષ સુધી પાકિસ્‍તાનમાં અંડરકવર એજન્‍ટ તરીકે કામ કર્યુ, એટલું જ નહી પાકિસ્‍તાની સેનાથી બચી હેમખેમ ભારત પરત આવ્‍યા. કાશ્‍મીર આતંકવાદ સામે કઠોર વ્‍યૂહરચના

કંદહાર વિમાન અપહરણ (૧૯૯૯) IC-814 વિમાન અપહરણ કેસમાં મહત્‍વની ભૂમિકા તણાવભરી વાટાઘાટોમાં ભારતીય ટીમમાં સામેલ હતા હીરાની પરખ ઝવેરીને તેમ અજિતજીની બુદ્ધિ શક્‍તિ, અનુભવ, સંપર્કો અને તેમની કાર્ય શક્‍તિને કામે લેવા નરેન્‍દ્રભાઇ મોદીના વડાપ્રધાન બન્‍યા બાદ મેં ૨૦૧૪માં તેમની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી.

અજિત ડોભાલની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક થયા બાદ ખરા અર્થમાં કામે લાગ્‍યા તેમણે કરેલા કાર્યો, લીધેલા નિર્ણયો અને તેમાં એમની ભૂમિકા જોઈએ તો

સર્જિકલ સ્‍ટ્રાઈક (૨૦૧૬)

બાલાકોટ એર સ્‍ટ્રાઈક (૨૦૧૯)

આર્ટિકલ ૩૭૦ રદ્દ (જમ્‍મુ-કાશ્‍મીર)

ચીન સાથે ડોકલામ અને લદ્દાખ મુદ્દા આતંકવાદ સામે  ઝીરો ટોલરન્‍સ નીતિ રણનીતિક વિચારધારા રક્ષણાત્‍મક નહીં, આક્રમક સુરક્ષા નીતિમાં માને છે ,દુશ્‍મનને  તેમના ઘરમાં જ જવાબ આપવો, આંતકવાદ સૌથી મોટા દુશ્‍મન એટલે અજિત ડોવાલ.

રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડતર આંતરિક અને બાહ્ય સુરક્ષા સંબંધિત નીતિઓ ઘડવામાં વડાપ્રધાનને સીધી સલાહ. આતંકવાદ, નક્‍સલવાદ, સાયબર સુરક્ષા અને સરહદી જોખમો ,વ્‍યૂહરચના, આતંકવાદ સામે કડક અભિગમ , ઉપરાંત  ગુપ્તચર સંકલન રો, આઇબી, સેનાના ઇન્‍ટેલિજન્‍સ વિગ અને અન્‍ય એજન્‍સીઓ વચ્‍ચે સંકલન, માહિતી આધારિત નિર્ણય પ્રક્રિયા મજબૂત બનાવવી, આંતરિક સુરક્ષા

જમ્‍મુ-કાશ્‍મીરની સુરક્ષા નીતિમાં કેન્‍દ્રિય ભૂમિકા, કલમ ૩૭૦ રદ કરવા પૂર્વે અને પછીની સુરક્ષા તૈયારીમાં મહત્‍વપૂર્ણ યોગદાન,

અજિત જી માને છે કે

ડર નહીં, બુદ્ધિ સૌથી મોટું હથિયાર'' ‘‘યુદ્ધ હંમેશા બંદૂકથી નહીં, ઘણીવાર બુદ્ધિથી જીતાય છે.'' તેમની સમગ્ર કારકિર્દી આ વિચારનું જીવંત ઉદાહરણ છે,  તેઓ  આઈ પી એસ અધિકારી હોવા છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્‍યૂહરચનામાં ઊંડો અભ્‍યાસ ધરાવે છે.

આજે પણ સૈન્‍ય અને ગુપ્તચર અધિકારીઓ તેમને ‘‘સ્‍ટ્રેટેજિક ગુરુ'' માને છે એટલું ચોક્‍ક્‍સપણે કહી શકાય કે અજિત ડોવાલ ના કાર્યકાળમાં ભારતની સુરક્ષા નીતિ વધુ આક્રમક,આત્‍મવિશ્વાસ ભરી અને સ્‍પષ્ટ બની.

આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારતની સુરક્ષા બાબતે ગંભીરતા અને પ્રતિષ્ઠા વધી.      તેમના પારાવારિક જીવન વિશે જોઈએ તો, તેમના પત્‍ની નુ નામ છે અંજુ ડોવાલ તેવો સામાન્‍ય રીતે જાહેર જીવન થી દૂર રહે છે, અને ખૂબ જ ખાનગી જીવન પસંદ કરે છે અજિત ડોભાલનુ મુખ્‍ય ધ્‍યાન રાષ્ટ્ર સેવા, સુરક્ષા અને વ્‍યૂહરચના ઉપર જ હોય છે, તેમને ૧૯૮૮માં કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્‍યા હતા, તેઓ  પ્રથમ પોલીસ અધિકારી જેને આ સન્‍માન મળ્‍યું હોય. મોદીજીના ખાસ વિશ્વાસુ અને બીજેપી સરકારમાં સૌથી વધુ વ્‍યૂહ રચનાકાર અજિત ડોભાલની ક્ષમતા ને વિરોધ પક્ષ પણ સ્‍વીકારે છે

આવા આપણા જેમ્‍સ બોન્‍ડ અજિત ડોભાલનો આજે એટલે કે ૨૦મી જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ યશસ્‍વી કારકિર્દીના ૮૧ વર્ષ પૂર્ણ કરી ૮૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

(1:45 PM IST)