હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈની કોર્ટે સાડા સાત રૂપિયાની ચોરીનો ૫૦ વર્ષ જૂનો કેસ આખરે બંધ કર્યો
૧૯૭૭થી કેસ ચાલતો હતો, પોલીસને આરોપી મળ્યા જ નહિ : મઝગાંવ કોર્ટે કહ્યું, આ કેસ પાંચ દાયકાથી ચાલે છે, તેમાં કોઈ પ્રગતિ થતી જ નથી, હવે તેને પેન્ડિગ રાખવાનો મતલબ નથી

મુંબઇ તા.૨૦: રૂ.૭.૯૫ની ચોરીના ૫૦ વરસ જુના એક કેસ પર મુંબઈની એક કોર્ટે આખરે પડદો પાડી દીધો છે. છેક ૧૯૭૭થી પેન્ડિંગ આ ‘‘કોલ્ડ કેસ' બે અજાણ્યા આરોપીઓ સામે નોંધાયેલો હતો. દાયકાઓથી પોલીસ આ કેસના આરોપીઓ શોધી જ શકી ન હતી. આ કેસના ફરિયાદીનો પણ હવે કોઈ અત્તોપત્તો નથી.
ઉક્ત ખટલાનો ચુકાદો તાજેતરમાં, અપાયેલા કોલ્ડ સ્ટોરેજમાં પડેલા દાયકાઓ જુના કેસોના ચુકાદાઓ પૈકીનો એક છે. આવા ‘કોલ્ડ કેસોને કારણે ન્યાય પ્રણાલી રૂંધાય છ.
મઝગાવં કોર્ટે જુના કેસોનો નિકાલ કરવાના પોતાના અભિયાનના ભાગરૂપે ૧૯૭૭નો ચોરીનો ખટલો બંધ કરી દીધો હતો. કોર્ટે એવા બહુ જૂના કેસોનો નિકાલ કર્યો છે જેમાં આરોપીઓ કાં તો મૃત્યુ પામ્યા હોય અથવા એમનો ક્યાંય પત્તો ન લાગતો હોય.
૧૯૭૭ના ચોરીના કેસમાં બે અજાણ્યા શખસો પર રૂ.૭.૬૫ ચોરવાનો આરોપ હતો એમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટસ ઈસ્યુ કરાયા છતાં એમના કોઈસ ગડ નહોતા મળ્યા એટલે કેસ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હતો. ૧૪મી જાન્યુઆરીએ ફર્સ્ટ કલાસ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ આરતી કુલકર્ણીએ એની નોંધ લઈ કેસ બંધ કરી દીધો હતો કે આ કેસ મેટર લગભગ ૫૦ વરસ જૂની છે. તેમાં કોઈ પ્રગતિ થઈ રહી નથી અને તે નકામી પેન્ડિંગ મેટર છે હવે આ કેસને પેન્ડિંગ રાખવાનો કોઈ અર્થ નથી.
આવા જ એક ૩૦ વરસ જુના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે ઈન્ડિયન પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળના આરોપીને એવી ટિપ્પણી કરી નિર્દોષ જાહેર કર્યો હતો કે ૧૯૯૫માં આરોપી સામે ચાર્જશીટ નોંધાઈ ત્યારથી એનો કોઈ પત્તો નથી. ૨૦૦૩ના એક બેફામ ડ્રાઈવિગના કેસમાં પણ મેજિસ્ટ્રેટ કોર્ટે આવો જ ચુકાદો આપ્યો હતો. પોલીસે આ કેસમાં એવો રિપોર્ટ આપ્યો હતો કે એકલા આરોપી જ નહિ પણ મૂળ ખબરી અને તમામ સાક્ષીઓનો પણ કોઈ પત્તો નથી. નજીકના ભવિષ્યમાં આરોપીના મળવાની કોઈ શક્યતા નથી. એટલે આ ફાઈલ બે મુદત ખુલી રાખવી અયોગ્ય કહેવાશે' એમ કોર્ટે કેસનો નિકાલ કરતા જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
