<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

નબીન સૌથી યુવા અધ્‍યક્ષઃ સામે છે અનેક પડકારો

અત્‍યાર સુધી સૌથી યુવા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હતા અમીત શાહ ૪૯ વર્ષ અને હવે બન્‍યા નીતિનજી ૪૫ વર્ષ, સૌથી વયોવૃદ્ધ અધ્‍યક્ષ હતા કુશાભાઉ ઠાકરે...૭૫ વર્ષ : ૧૯૮૦થી ૨૦૨૬ સુધીની એટલે કે વાજપેયીજીથી લઈને નિતિનજી સુધીની સફર, બીજેપીના ‘શિલ્‍પકાર' રહ્યા અટલ બિહારી વાજપેયીજી, ત્રણ ટર્મ અધ્‍યક્ષ રહ્યા લાલક્રુષ્ણ અડવાણી, સંગઠનના સંરક્ષક અધ્‍યક્ષ રહ્યા કુશાભાઉ ઠાકરે, શાસન કેન્‍દ્રિત અધ્‍યક્ષ રહ્યા વૈંકેયા નાયડુ, પાર્ટીનું આંતરિક પુનર્ગઠન કર્યું રાજનાથ સિંહે, નીતિન ગડકરીએ પક્ષ અને આર.આર.એસ. સાથે જાળવ્‍યું સંકલન : નરેન્‍દ્રભાઈને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવાયાઃ અમીભાઇ શાહે તો પાર્ટીને બનાવી ‘ચૂંટણી મશીન' સ્‍થિરતા અને સેવા આધારિત અધ્‍યક્ષ રહ્યા જે. પી. નડ્ડાજી

જીતેન્‍દ્ર રૂપારેલિયા.... વાપી : ભાજપના કાર્યકારી અધ્‍યક્ષ નીતિન નબીનજીની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે, બીજેપીના ઇતિહાસમાં તેઓ સૌથી યુવા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બન્‍યા છે.

 ગત તા.૧૪ મી  ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ નીતિનજીને પાર્ટીના કાર્યકારી અધ્‍યક્ષ જાહેર કરવામાં આવ્‍યા હતા અને પાર્ટી એ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડી ૧૯મી જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રક ભરવાનું જાહેર કર્યું હતું અને આજે ૨૦મી જાન્‍યુઆરીના રોજ બીજેપીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષના નામની જાહેરાત કરાઈ હતી જેમાં નીતિનજીનું નામ જાહેર કરાયું છે.

આ વેળા એ આપણે નીતિનજી વિશે જોઈએતો ૨૩મી મે ૧૯૮૦ના રોજ બિહારના પટનામાં જન્‍મ, એબીવીપીથી  કારકીર્દીની શરૂઆત, બીજેપી કાર્યકરથી રાજકીય સફરનો કર્યો પ્રારંભ, આરએસએસની પળષ્ઠભૂમિ સાથે સંકળાયેલ નીતિનજી તેમના પિતા  નવીન કિશોર સિંહના રાજકીય વારસાને આગળ વધારી બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ૨૦૦૬ની પેટાચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવી જીત મેળવી સતત આગળ ધપતા જ ગયા,૨૦૧૦,૨૦૧૫,૨૦૨૦ અને ૨૦૨૫ એમ ૫ વખત ધારાસભ્‍ય, અને બિહાર સરકારમાં મંત્રી બન્‍યા પરંતુ તેઓ જમીન સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની સ્‍થાપના એટલે કે ૬ એપ્રિલ ૧૯૮૦થી અત્‍યાર સુધીના ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષોની સંપૂર્ણ યાદી તવારીખ અનુસાર જોઈએ તો...

૧.શ્રી અટલ બિહારી વાજપેયી : તેમનો કાર્યકાળ  રહ્યો ૬ એપ્રિલ ૧૯૮૦ થી ૩૧ ડિસેમ્‍બર ૧૯૮૬ કુલ સમય આશરે ૨૪૬૦ દિવસ.ભાજપના પ્રથમ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, પાર્ટીની પાયાની રચના અને વિચારધારા કરી મજબૂત , પાર્ટીને રાષ્‍ટ્રીય સ્‍તરે ઓળખ અપાવી,સંસદીય લોકશાહી પર ભાર,નેતળત્‍વ તૈયાર કર્યું ,એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓને આગળ લાવ્‍યા  સ્‍પષ્ટ અને સંયમિત રાજકીય છબી બીજેપીને ‘‘કટ્ટર'' નહીં પણ રાષ્‍ટ્રીય વિકલ્‍પ તરીકે રજૂ કરી,મધ્‍યમ વર્ગ અને બુદ્ધિજિવીઓને આકર્ષ્‍યા એક વાકયમાં કહીએ તો અટલજી   બીજેપી ના ‘‘શિલ્‍પકાર'' હતા તેમને પાર્ટીની વિચારધારા, શિસ્‍ત અને ભાષાની દિશા નક્કી કરી.

૨.શ્રી લાલ કળષ્‍ણ આડવાણી( પ્રથમ ટર્મ ): તેમનો કાર્યકાળ રહ્યો  ૧ જાન્‍યુઆરી ૧૯૮૬ થી ૩૧ ડિસેમ્‍બર ૧૯૯૧ કુલ સમય આશરે.૨૧૯૧ દિવસ અડવાણીજીના કાર્યકાળ દરમ્‍યાન તેમને બીજેપીને વિચાર ધારાત્‍મક રીતે સ્‍પષ્ટ બનાવી, હિંદુત્‍વ અને રાષ્‍ટ્રવાદ ને ખુલ્લેઆમ રાજકીય એજન્‍ડા બનાવ્‍યો,પાર્ટીને ‘‘સોફ્‌ટ''નહીં, પણ સ્‍પષ્ટ વિચારવાળી પાર્ટી બનાવી રામ જન્‍મભૂમિ આંદોલનને રાષ્‍ટ્રીય મુદ્દો બનાવ્‍યો ૧૯૯૦ ની રથયાત્રા દ્વારા દેશવ્‍યાપી જનસમર્થન અપાવ્‍યું, બીજેપીને જનઆંદોલન સાથે જોડેલી પાર્ટી બનાવી,પાર્ટીની લોકસભા બેઠકોમાં મોટો વધારો થયો એટલુંજ નહિ બીજેપી ને મુખ્‍ય રાષ્‍ટ્રીય પક્ષ બનાવ્‍યો.

૩.ડો. મુરલી મનોહર જોશી : તેમનો કાર્યકાળ રહ્યો ૧  જાન્‍યુઆરી ૧૯૯૧થી ૩૧ ડિસેમ્‍બર ૧૯૯૩ કુલ સમય આશરે.૧૦૯૫ દિવસ  વિઝનરી નેતા અને મુખ્‍ય વિરોધ પક્ષ તરીકે એ સમયગાળામાં ભૂમિકા ભજવવા ઉપરાંત,રામ જન્‍મભૂમિ આંદોલનને સંગઠિત દિશા આપી અને શિક્ષણ અને સંસ્‍કળતિના મુદ્દાઓ આગળ લાવ્‍યા.

૪.શ્રી લાલ કળષ્‍ણ આડવાણી (બીજી ટર્મ) : તેમનો કાર્યકાળ રહ્યો ૧ જાન્‍યુઆરી ૧૯૯૩થી ૩૧ ડિસેમ્‍બર ૧૯૯૮ કુલ સમય આશરે.૨૧૯૧ દિવસ  ફરીથી અધ્‍યક્ષ પદે નિમણુક,આ કાર્યકાળ દરમિયાન અડવાણી જી એ, રામ જન્‍મભૂમિ પછી પાર્ટીને સ્‍થિર દિશા આપવી ‘‘ગઠબંધન રાજનીતિ'' સ્‍વીકારવા નો ઐતિહાસિક નિર્ણય બીજેપીને રાષ્‍ટ્રીય વિકલ્‍પ તરીકે મજબૂત બનાવી સંગઠન અને શિસ્‍ત પર ભાર આપી આરઆરએસ અને બીજેપી વચ્‍ચે નુ સંકલન મજબૂત બનાવ્‍યું.

૫.શ્રી  કુશાભાઉ ઠાકરે : તેમનો કાર્યકાળ રહ્યો ૧ જાન્‍યુઆરી ૧૯૯૮ થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૦૦ કુલ સમય આશરે.૧૦૯૫ દિવસ અગ્રણી સામાજિક અને રાષ્‍ટ્રવાદી કાર્યકર સંગઠનને શિસ્‍તબદ્ધ અને મજબૂત બનાવ્‍યું,  પ્રાદેશિક પક્ષો સાથે સંબંધો મજબૂત કર્યા,‘‘સંગઠનના સંરક્ષક અધ્‍યક્ષ'' તરીકે ગણના પામ્‍યા.

૬.શ્રી બાંગારૂ લક્ષ્મણ : તેમનો કાર્યકાળ રહ્યો ૧ જુલાઈ ૨૦૦૦ થી ૨૩ ઓગસ્‍ટ ૨૦૦૧ કુલ સમય આશરે.૪૧૯ દિવસ ભાજપના પ્રથમ  દલિત અધ્‍યક્ષ, બન્‍યા તેમણે સામાજિક સમરસતા પર ભાર આપ્‍યો ‘‘સામાજિક ન્‍યાય + રાષ્‍ટ્રવાદ''ને જોડવાનો પ્રયાસ કર્યો તેમજ સંગઠનમાં વિવિધ વર્ગોની ભાગીદારી વધારવા પર ધ્‍યાન આપ્‍યું,દક્ષિણ ભારત અને શહેરી વિસ્‍તારોમાં પાર્ટી મજબૂત કરવાની કોશિશ હાથ ધરી ‘‘સમાવેશક રાજનીતિના અધ્‍યક્ષ''બન્‍યા બંગારુ લક્ષ્મણ.

૭.શ્રી કે.જનકકળષ્‍ણમૂર્તિ : તેમનો કાર્યકાળ રહ્યો ૨૪ ઑગસ્‍ટ ૨૦૦૧થી ૩૦ જૂન ૨૦૦૨.કુલ સમય આશરે.૩૧૧ દિવસ દક્ષિણ ભારતના અગ્રણી નેતા સંકટના સમયમાં પાર્ટીને સ્‍થિર રાખી, સંગઠન પર ફરી ભાર  ‘‘બેક ટુ કેડર'', એનડીએ  સરકારને સ્‍થિર સંગઠન આધાર, દક્ષિણ ભારત પર વિશેષ ધ્‍યાન,તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્‍યોમાં, સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ‘‘સ્‍થિરતા લાવનાર''અધ્‍યક્ષ બન્‍યા કે.જન્‍કળષણમૂર્તિજી.

૮.શ્રી વૈંકયારાવ નાયડુ : તેમનો કાર્યકાળ રહ્યો ૧ જુલાઈ ૨૦૦૨ થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૦૪ કુલ સમય આશરે..૯૧૩ દિવસ વિધાનસભા અને સંસદીય ભૂમિકાઓમાં મહત્‍વની કામગીરી બજાવી, એનડીએ સરકાર અને સંગઠન વચ્‍ચે સંતુલન, ૨૦૦૪ લોકસભા ચૂંટણીની તૈયારી, સંગઠનાત્‍મક શિસ્‍ત અને વિસ્‍તરણ, બીજેપીને  મધ્‍યમ, વિકાસલક્ષી રાષ્‍ટ્રીય પાર્ટી તરીકે રજૂ કરી, એમ કહી શકાય કે વૈંકૈયા નાયડુ ‘‘શાસન કેન્‍દ્રિત અધ્‍યક્ષ'' રહ્યા.

૯.શ્રી લાલ કળષ્‍ણ આડવાણી (ત્રીજી ટર્મ) : આ ટર્મમાં તેમનો કાર્યકાળ રહ્યો ૧ જાન્‍યુઆરી ૨૦૦૪ થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૦૫ કુલ સમય આશરે.૭૩૦ દિવસ ભાજપ અધ્‍યક્ષ તરીકે ત્રણ વખત સેવા નો મોકો મળ્‍યો, ૨૦૦૪ લોકસભા હાર પછી પાર્ટીમાં આત્‍મમંથન શરૂ કર્યું સંગઠનની કમજોરીઓ ઓળખી સુધારાની પ્રક્રિયા શરૂ કરી ,૨૦૦૫માં રાજનાથ સિંહને અધ્‍યક્ષ બનાવવાનો માર્ગ ખુલ્‍યો ગઠબંધન રાજનીતિ ચાલુ રાખી પ્રાદેશિક પક્ષો સાથે સંબંધ જાળવ્‍યા,પરિવર્તન અને સંક્રમણનો સમય રહીયો અડવાણીજી માટે.

૧૦. શ્રી રાજનાથ સિંહ : તેમનો કાર્યકાળ રહ્યો ૩૧ ડિસેમ્‍બર ૨૦૦૫થી ૧૯ ડિસેમ્‍બર ૨૦૦૯ કુલ સમય આશરે.૧૪૪૯ દિવસ. બીજેપીને પુનઃસંગઠિત કરવા નું ફરી શરૂ કર્યું,૨૦૦૪ની હાર બાદ પાર્ટીનું આંતરિક પુનર્ગઠન રાજ્‍ય એકમોને મજબૂત બનાવ્‍યા,કાર્યકર્તા આધાર ફરી સક્રિય કર્યો બીજેપી  ની મૂળ વિચારધારા (રાષ્‍ટ્રવાદ, સાંસ્‍કળતિક મૂલ્‍યો) પર ફરી ભાર યુપીએ સરકાર સામે જવાબદાર પરંતુ આક્રમક વિરોધ શરૂ કર્યો. આ કાર્યકાળ દરમ્‍યાન તેવો રાજયવ્‍યાપી નેતા તરીકે ઉભરી આવ્‍યા.

૧૧.શ્રી નિતિન ગડકરી : તેમનો કાર્યકાળ રહ્યો ૧૯ ડિસેમ્‍બર ૨૦૦૯થી ૨૬ જાન્‍યુઆરી ૨૦૧૩ કુલ સમય આશરે ૧૧૩૪ દિવસ.૨૦૦૯ની હાર પછી પાર્ટીનું પુનર્નિર્માણ લોકસભા ચૂંટણીમાં હાર બાદ BJP ને વિખૂટા પડતા બચાવી યુવા અને નવા નેતળત્‍વને આગળ લાવવું, સંગઠનાત્‍મક માળખું મજબૂત કર્યું, રાજ્‍ય એકમો, મોરચા અને સેલ્‍સ ને વધુ સક્રિય બનાવ્‍યા, કેડર આધારિત રાજકારણ પર ફરી ભાર અને આર આર એસ સાથે સંકલન જાળવ્‍યું, તેમજ એનડીએને ફરી સક્રિય કરવાનો પ્રયાસ  ગઠબંધન રાજનીતિ જીવંત રાખી,જૂના સહયોગી પક્ષો સાથે સંબંધ જાળવ્‍યા, એક વાકય માં કહીએ તો નિતિન ગડકરી ‘‘સંક્રાંતિકાળના અધ્‍યક્ષ''રહ્યા.

૧૨.શ્રી રાજનાથ સિંહ (બીજી ટર્મ) : તેમનો કાર્યકાળ રહ્યો ૨૬ જાન્‍યુઆરી ૨૦૧૩થી ૯મી જુલાઈ ૨૦૧૪ કુલ સમય આશરે.૫૨૯ દિવસ ફરીથી અધ્‍યક્ષપદની જવાબદારી સંભાળીને પુનઃસંગઠિત કરવાનો નિર્ણય લઈ પાર્ટીનું આંતરિક પુનર્ગઠન,રાજ્‍ય એકમોને મજબૂત, બનાવ્‍યા, કાર્યકર્તા આધાર ફરી સક્રિય કર્યો,બીજેપીની મૂળ વિચારધારા (રાષ્‍ટ્રવાદ, સાંસ્‍કળતિક મૂલ્‍યો) પર ફરી ભાર, નરેન્‍દ્ર મોદી ને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો કે જે સૌથી મોટો અને પરિવર્તન કારી નિર્ણય સાબિત થયો , તેમજ એનડીએ ને  વિસ્‍તળત કર્યો જૂના અને નવા સહયોગી પક્ષોને સાથે લાવ્‍યા,૨૦૧૪ની જીત માટે ગઠબંધન મજબૂત બનાવ્‍યું રાજનાથ સિંહનો આ કાર્યકાળ બીજેપી માટે ‘‘પરિવર્તનના પુલ'' સમાન રહ્યો.

૧૩.શ્રી અમિત શાહ : તેમનો કાર્યકાળ રહ્યો ૯મી જુલાઈ ૨૦૧૪થી ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૦ કુલ સમય આશરે.૨૦૨૧ દિવસ અમીત ભાઈએ પાર્ટીને ‘‘ચૂંટણી મશીન'' બનાવી બીજેપી ની ચૂંટણી રણનીતિને ડેટા આધારિત, બૂથ સ્‍તર સુધી મજબૂત કરી, પક્ષને દેશવ્‍યાપી પાર્ટી બનાવી,ઉત્તર ભારત સુધી સીમિત બીજેપીને પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ તરફ વિસ્‍તારી આસામ, ત્રિપુરા, અરુણાચલ, મણિપુર જેવા રાજ્‍યોમાં ઐતિહાસિક જીત અપાવી,કોંગ્રેસ મુક્‍ત ભારત નો રાજકીય એજન્‍ડા આપ્‍યો, કોંગ્રેસના મજબૂત કિલ્લાઓ તોડ્‍યા ગઠબંધન તોડ-જોડ અને સંગઠન વિસ્‍તરણ દ્વારા કોંગ્રેસને રાજકીય રીતે કમજોર કરી , એટલું જ નહી ૨૦૧૯ લોકસભા ચૂંટણીની ઐતિહાસિક જીત અપાવી,નરેન્‍દ્ર મોદી નેતળત્‍વને, સંગઠન શક્‍તિ સાથે જોડ્‍યું,૨૦૧૪ કરતાં વધુ મોટી બહુમતી ૩૦૩ બેઠકો મેળવી બીજેપી ના ઇતિહાસ ની  સૌથી મોટી ચૂંટણી સફળતા મેળવી અમિત શાહ  બીજેપી ના સૌથી શક્‍તિશાળી અને પરિણામલક્ષી અધ્‍યક્ષ'' રહ્યા.

૧૪. શ્રી જયાતા પ્રકાશ (જે . પી.)નડ્ડા : તેમનો કાર્યકાળ રહ્યો ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૦થી  જાન્‍યુઆરી ૨૦૨૬ કુલ સમય આશરે ૨૧૯૨ દિવસ. નડ્ડાજીના આ કાર્યકાળ દરમિયાન થયેલા અગત્‍ય ના કાર્યોને જોઈએ તો કોરોના કાળમાં પાર્ટીનું નેતળત્‍વ  જે સૌથી મોટો પડકાર હતો, કોવીડ-૧૯ દરમ્‍યાન બીજેપીને‘‘સેવા સંગઠન'' તરીકે કાર્યરત કરી, રાજ્‍ય ચૂંટણી જીતોમાં મહત્‍વની ભૂમિકા બજાવી જેમ કે ,ઉત્તર પ્રદેશ (૨૦૨૨) ઐતિહાસિક પુનરાવર્તન ઉત્તરાખંડ, ગોવા, મણિપુર જેવી જીત,અનેક રાજ્‍યોમાં સરકાર રચવામાં સફળતા મોદી સરકારના નિર્ણયોને સંગઠન સ્‍તરે અસરકારક રીતે જનતા સુધી પહોંચાડ્‍યા એક વાકયમાં કહીએ તો જે. પી. નડ્ડા ‘‘સ્‍થિરતા અને સેવા આધારિત અધ્‍યક્ષ'' રહ્યા. અને હવે આ અધ્‍યક્ષ પદનો તાજ શ્રી નીતિનજીને માથે મૂકાયો છે.

૧પ. શ્રી નીતિન નબીન : ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૬ હવેથી કાર્યભાર સંભાળશે. બીજેપીના ઇતિહાસમાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે માત્ર ૪૫ વર્ષની વયે પહોંચ્‍યા છે એટલે કે અત્‍યાર સુધીના સૌથી યુવા નેતા છે નીતિનજી. સ્‍વાભાવિક છે કે આટલા મોટા અને અગત્‍ય ના હોદ્દા સામે પડકારો પણ રહેશે જ, આજે બીજેપી દેશ ની સૌથી મોટી પાર્ટી છે ત્‍યારે નીતિન જી પાસે અપેક્ષા પણ એટલી મોટી જ રખાશે, તેમની સામેના હાલમાં જણાતા પડકારો ને જોઈએ તો સૌ પ્રથમ અનુભવનો આવશે સવાલ, બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓની તુલનામાં નીતિનજી ઓછો રાષ્‍ટ્રીય અનુભવ ધરાવે છે, બીજું બીજેપીમાં  હવે યુવા નેતાઓને મહત્‍વ આપવામાં આવશે અને નવી ટીમ બને તેવી અપેક્ષા છે, જેનું દબાણ નીતિનજી ઉપર રહેશે કે તેઓ યુવા નેતાઓને કેવી રીતે આગળ લાવે છે અને એ પણ પાર્ટીના જૂના નેતાઓ સાથે તાલમેલ રાખીને, આ ઉપરાંત તેમણે સરકાર અને સંગઠન વચ્‍ચે સંતુલન પણ જાળવવું પડશે, પ્રધાનમંત્રી અને કેન્‍દ્ર સરકાર સાથે  સંગઠન માં સ્‍વતંત્ર દિશા  કેળવવી પડશે, સંગઠન નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્‍ચે  વિશ્વાસ નો સેતુ બનાવવો પડશે.

આ ઉપરાંત આ વર્ષની આસપાસ જ  પશ્ચિમ બંગાળ,કેરળ, તમિલનાડુ, આસામ અને પોંડિચેરી જેવા મોટા રાજ્‍યોમાં આવતી  વિધાનસભા ચૂંટણીઓ,તેમજ આવતા વર્ષે આવનાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્‍ય ઉત્તર પ્રદેશ , પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર જેવી ચૂંટણીઓનો પડકાર પણ ઝીલવાનો રહેશે.

તેમના પડકાર ને ટૂંક માં જોઈએ તો...

પાર્ટી અંદરની વિશ્વસનીયતા જાળવવી

યુવા નેતૃત્વ સાથે જૂનાં નેતાઓનું સંતુલન

પ્રદેશ સ્‍તરે સંગઠન મજબૂત કરવું

વિરોધ પક્ષ અને સામાજિક  સમસ્‍યાઓનો સામનો કરવો

સરકાર અને પાર્ટી વચ્‍ચે સાહિત્‍યિક સંતુલન જાળવવું.

જેવા પડકારો નો સામનો કરવો પડશે.... નરેન્‍દ્રભાઇ અને અમીત ભાઈ એ જેમના નામ ઉપર મંજૂરી ની મહોર મારી છે ત્‍યારે સ્‍વાભાવિક છે કે  છે તેઓ આવા પડકારો ને પણ પહોંચી શકે તેમ  હોય બેસ્‍ટ ઓફ લક, નીતિનજી ....

 

(3:25 PM IST)