હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 20th January 2026
માઘમેળામાં તાાન કરવા આવેલી મહિલાએ દીકરીને જન્મ આપ્યો, નામ પાડયું ગંગા ?

પ્રયાગરાજ, તા.૨૦: પ્રયાગરાજમાં ચાલી રહેલા ઐતિહાસિક માઘમેળામાં મૌની અમાવસ્યાનું તાાન કરવા આવેલી રાગિણી નામની એક પ્રેગ્નન્ટ મહિલાને અચાનક લેબર પેઇન ઊપડતાં સરકારી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તે ખાસ મધ્ય પ્રદેશના નેહરા ગામથી તાાન કરવા આવી હતી. માઘમેળાના ભાવિકો માટે જ બનેલી ખાસ હૉસ્પિટલમાં આ સીઝનની પહેલી ડિલિવરી થતાં સ્વાસ્થ્ય વિભાગ અને મેળા પ્રશાસનના લોકો પણ ખુશ થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર મળી રહેતાં બાળક અને માતા બન્ને સ્વસ્થ હતાં. પ્રયાગરાજના સંગમ ક્ષેત્રમાં જન્મેલી આ બાળકીનું નામ ગંગા રાખવામાં આવ્યું છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
