<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ભારતની સરહદ નજીક ચીનની મોટી ચાલઃ ‘ચિકન નેક' પાસે તીસ્‍તા પ્રોજેક્‍ટ ઝડપથી પૂર્ણ કરવા હિલચાલ

પヘમિ બંગાળ-બાંગ્‍લાદેશ માટે તીસ્‍તા નદી જીવાદોરીઃ જળ વહેંચણી મુદ્દે જુના વિવાદમાં ડ્રેગનની એન્‍ટ્રી

નવી દિલ્‍હી, તા.૨૦: ચીની રાજદૂતે જે વિસ્‍તારની મુલાકાત લીધી તે ભારતના સિલિગુડી કોરિડોરથી ઘણો નજીક છે. આ ૨૨ કિલોમીટરની સાંકડી પટ્ટી ભારતને તેના ઉત્તર-પૂર્વીય રાજ્‍યો (સેવન સિસ્‍ટર્સ) સાથે જોડે છે. જો આ વિસ્‍તારમાં ચીનનો પ્રભાવ વધે, તો યુદ્ધ જેવી સ્‍થિતિમાં ભારતનો સંપર્ક ઉત્તર-પૂર્વના રાજ્‍યો સાથે કપાઈ શકે છે.

બાંગ્‍લાદેશના જળ સંસાધન સલાહકાર સૈયદા રિઝવાના હસન અને ચીની રાજદૂત યાઓ વેને રંગપુરના શાહબાઝપુર વિસ્‍તારનું નિરીક્ષણ કર્યું હતું. ચીન તીસ્‍તા માસ્‍ટર પ્‍લાનને શકય તેટલી વહેલી તકે અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે.

આ પ્રોજેક્‍ટમાં નદીનું ડ્રેજિંગ, મજબૂત પાળાઓનું નિર્માણ અને ખેતીની જમીનનો સુધાર સામેલ છે. ચીની રાજદૂતે સ્‍પષ્ટ કર્યું કે તેઓ ટેકનિકલ નિરીક્ષણ વહેલી તકે પૂર્ણ કરીને કામ શરૂ કરવા આતુર છે.

બાંગ્‍લાદેશની વચગાળાની યુનુસ સરકાર અને ચીન વચ્‍ચેના સંબંધોમાં નવી ગાઢતા જોવા મળી રહી છે. રવિવારે જ યાઓ વેને બાંગ્‍લાદેશના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્‍ચે બાંગ્‍લાદેશ-ચીન મિત્રતા હોસ્‍પિટલ અને તીસ્‍તા નદીના વ્‍યવસ્‍થાપન જેવા મોટા પ્રોજેક્‍ટ્‍સ પર ચર્ચા થઈ છે.

તીસ્‍તા નદી પヘમિ બંગાળ અને બાંગ્‍લાદેશ બંને માટે જીવાદોરી સમાન છે. ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે જળ વહેંચણી મુદ્દે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. હવે જ્‍યારે બાંગ્‍લાદેશ ભારતની ચિંતાઓને બાજુ પર મૂકીને ચીનને આ વ્‍યૂહાત્‍મક પ્રોજેક્‍ટમાં સામેલ કરી રહ્યું છે, ત્‍યારે પ્રાદેશિક સત્તાના સંતુલનમાં ફેરફાર આવવાની શકયતા છે.

(4:04 PM IST)