<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

WhatsAppમાં મોટો ધડાકો: બદલાઈ જશે તમારી ચેટિંગની સ્ટાઈલ, 1 જુલાઈથી GIF મોકલવાની રીતમાં થશે આ મોટો ફેરફાર

Tenor સાથેનો છેડો ફાડી WhatsApp હવે Klipy સાથે મિલાવશે હાથ; નવા GIF કીબોર્ડમાં જોવા મળશે 3 કોલમ, જાણો તમારા ફોનમાં ક્યારે આવશે આ અપડેટ

રાજકોટ, તા. 20: જો તમે પણ WhatsApp પર મિત્રો અને સંબંધીઓ સાથે ચેટિંગ કરતી વખતે રમુજી GIF (ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ) નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના GIF ફીચરમાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આગામી 1 જુલાઈ, 2026 થી WhatsApp ના GIF પ્રદાતા (Provider) બદલાઈ જશે, જેના કારણે યુઝર્સને એક નવો જ અનુભવ મળશે.
કેમ લેવાયો આ નિર્ણય?
અત્યાર સુધી WhatsApp પર GIF ની સુવિધા Tenor નામની કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. જોકે, Tenor તેની આ સેવાઓ બંધ કરી રહ્યું હોવાથી WhatsApp એ નવા ભાગીદાર તરીકે Klipy ને પસંદ કર્યું છે. Tenor ની સેવાઓ 30 જૂન, 2026 ના રોજ સમાપ્ત થશે અને તેની જગ્યાએ 1 જુલાઈથી Klipy ના GIF તમારી ચેટમાં જોવા મળશે.
નવા ફેરફારોમાં શું હશે ખાસ?
આ ફેરફાર માત્ર GIF બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે ડિસ્પ્લે અને સર્ચ કરવાની રીત પણ બદલાશે:
•    થ્રી-કોલમ લેઆઉટ: અત્યાર સુધી GIF કીબોર્ડમાં બે કોલમ જોવા મળતી હતી, જે હવે વધીને ત્રણ કોલમ થશે. આનાથી યુઝર્સ એકસાથે વધુ GIF જોઈ શકશે અને મનગમતી ફાઇલ શોધવી સરળ બનશે.
•    નવો અનુભવ: Klipy ના આવવાથી એનિમેશન અને તેની ગુણવત્તામાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
પરીક્ષણ શરૂ થઈ ગયું છે
WhatsApp એ આ નવી સુવિધાનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. iOS માટેના લેટેસ્ટ બીટા વર્ઝન (26.2.10.70) માં આ નવા GIF ફીચર્સની ઝલક જોવા મળી છે. કંપનીનો ટાર્ગેટ છે કે 30 જૂનની સમયમર્યાદા પહેલા જ તમામ યુઝર્સ માટે આ ફીચર રોલ-આઉટ કરી દેવામાં આવે જેથી સર્વિસ બદલાતી વખતે યુઝર્સને કોઈ અસુવિધા ન થાય.
આ ફેરફારથી WhatsApp પર તમારી વાતચીત વધુ રંગીન અને મજેદાર બનશે તે નક્કી છે.

(5:33 PM IST)