હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાનું 'માઈન્ડ ગેમ' હથિયાર: વેનેઝુએલાના મદુરોને પકડવા ટ્રમ્પના સૈનિકોએ વાપર્યું અત્યંત ગુપ્ત 'રેડિયો વેવ વેપન', મગજ પર સીધો હુમલો કરવાની છે શક્તિ
બેગમાં સમાઈ જાય તેવું નાનું ઉપકરણ પણ અસરમાં જીવલેણ; 'હવાના સિન્ડ્રોમ' પેદા કરતા આ હથિયારે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓમાં મચાવ્યો ખળભળાટ

વોશિંગ્ટન:અમેરિકી સંરક્ષણ વિભાગના એક અત્યંત ગુપ્ત ઓપરેશનનો પર્દાફાશ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોની ધરપકડ કરવા માટે અમેરિકી સૈનિકોએ એક એવા 'સીક્રેટ વેપન'નો ઉપયોગ કર્યો હતો જે અદ્રશ્ય તરંગો દ્વારા દુશ્મનને ધૂળ ચટાડી શકે છે. આ હથિયાર કોઈ ગોળી કે બોમ્બ નથી, પરંતુ 'પલ્સ રેડિયો ફ્રીક્વન્સી' છોડતું એક ડિવાઇસ છે જે મનુષ્યની નર્વસ સિસ્ટમને ક્ષણભરમાં ખોરવી નાખે છે.
અહેવાલો મુજબ, આ ઉપકરણ રેડિયો તરંગોના નાના-નાના પલ્સ છોડે છે. જ્યારે આ તરંગો કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે છે, ત્યારે તેને અચાનક માથાનો દુખાવો, ચક્કર આવવા, નાક-કાનમાંથી લોહી નીકળવું અને યાદશક્તિ ઓછી થઈ જવી જેવી સમસ્યાઓ થાય છે. તબીબી જગતમાં આ લક્ષણોને 'હવાના સિન્ડ્રોમ' તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સાધન કદમાં એટલું નાનું છે કે તેને સામાન્ય બેગમાં રાખીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
ચોંકાવનારી વાત એ છે કે આ હથિયાર બાયડેન વહીવટીતંત્રના અંતિમ દિવસોમાં કરોડો ડોલરના ખર્ચે એક 'અંડરકવર' પ્રયાસ હેઠળ ખરીદવામાં આવ્યું હતું. હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા પ્રાપ્ત કરાયેલા આ ડિવાઇસની હવે અમેરિકી એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ હથિયારનો ઉપયોગ વેનેઝુએલામાં લશ્કરી ઓપરેશન દરમિયાન મદુરોની ધરપકડના પ્રયાસમાં કરવામાં આવ્યો હોવાના અહેવાલે વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો લાવી દીધો છે.
આ સીક્રેટ ડિવાઇસ ઉચ્ચ ક્ષમતા ધરાવતી રેડિયો ફ્રીક્વન્સી એનર્જી પેદા કરે છે. તે સીધા મગજ અને ચેતાતંત્ર પર હુમલો કરે છે. આ તરંગો દેખાતા નથી, પરંતુ તે સામેવાળી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે લાચાર બનાવી દે છે. હાલમાં અમેરિકી સંરક્ષણ વિભાગ આ હથિયારની ક્ષમતા અને તેની અસરો અંગે ગુપ્ત તપાસ કરી રહ્યું છે. આ સમાચાર બહાર આવ્યા બાદ રશિયા અને ચીન જેવા દેશોએ પણ અમેરિકાના આ 'સાઇલેન્ટ વેપન' સામે ચિંતા વ્યક્ત કરી છે. જો આવા હથિયારોનો દુરુપયોગ થાય તો તે યુદ્ધના મેદાનમાં માનવીય સંવેદનાઓ માટે મોટો ખતરો બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
