હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાયબરેલીમાં રાહુલ ગાંધીના પ્રહાર: "નરેન્દ્રભાઈ મોદી ગરીબોને ભૂખે મરતા જોવા માંગે છે", મનરેગા બચાવો ચૌપાલમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
રાયબરેલીના બે દિવસીય પ્રવાસ દરમિયાન લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મનરેગાના મુદ્દે ભાજપ સરકારને ઘેરી; નવી કલ્યાણકારી યોજનાને ગરીબો વિરોધી ગણાવી

રાયબરેલી:ગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે તેમના સંસદીય મતવિસ્તાર રાયબરેલીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. રોહનિયા અને ઊંચાહાર ખાતે આયોજિત 'મનરેગા બચાવો ચૌપાલ' માં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી મોદી મનરેગા યોજનાને નબળી પાડીને ગરીબોની સુરક્ષા કવચ છીનવી રહ્યા છે.
મનરેગાના મૂળ આત્મા પર પ્રહાર
રાહુલ ગાંધીએ ગ્રામીણ જનતાને સંબોધતા કહ્યું કે, મનરેગાનો મૂળ ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોને સશક્ત બનાવવાનો અને ગરીબોને લઘુત્તમ વેતનની ખાતરી આપવાનો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, "મોદી સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરીને બધું જ અમલદારશાહીના હાથમાં સોંપવા માંગે છે, જેથી ગરીબ નાગરિકો ભૂખે મરવા મજબૂર થાય. સરકાર ઈચ્છે છે કે દેશની અર્થવ્યવસ્થા માત્ર અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓના હાથમાં જ રહે."
કેન્દ્ર સરકારે તાજેતરમાં મનરેગાના સ્થાને 'વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) એક્ટ, 2025' અમલમાં મૂક્યો છે. કોંગ્રેસે આ કાયદાને અલોકતાંત્રિક ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ ખાસ કરીને યોજનાના નામમાંથી 'મહાત્મા ગાંધી'નું નામ હટાવવા બદલ સરકારની કડી ટીકા કરી હતી અને તેને ગરીબોના અધિકારો પર તરાપ ગણાવી હતી.
રાયબરેલીમાં અન્ય કાર્યક્રમો
પોતાના પ્રવાસના પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ માત્ર રાજકીય ચૌપાલ જ નહીં, પરંતુ અન્ય સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી:
રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે યુવા સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત પ્રીમિયર લીગ T20 ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું.
MPLADS ફંડ હેઠળના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.
નગરપાલિકા પ્રમુખના નિવાસસ્થાને જઈને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.
બીજા દિવસે રાહુલ ગાંધી ભુએમઉ ગેસ્ટ હાઉસ ખાતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી આગામી રણનીતિ પર ચર્ચા કરશે. કોંગ્રેસે આ મુદ્દે સમગ્ર ઉત્તર પ્રદેશમાં 30 મહાપંચાયતો આયોજિત કરવાનું એલાન પણ કર્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
