હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BMC મેયરની ચૂંટણીમાં નવો વળાંક: શું AIMIM ભાજપને ટેકો આપશે? ઓવૈસીએ 'સમુદ્રના બે છેડા'નું ઉદાહરણ આપી અટકળો પર વિરામ મૂક્યો
મુંબઈ મેયર પદ માટે જંગ તેજ: ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતીથી દૂર, શિંદે જૂથની 'અઢી વર્ષ'ની શરતે પેચ ફસાવ્યો; ઓવૈસીએ ગઠબંધનનો સ્પષ્ટ ઇનકાર કર્યો

મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ હવે મેયર કોણ બનશે તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે. 227 બેઠકોવાળી દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ સત્તા મેળવવા માટે જરૂરી 114ના જાદુઈ આંકડાથી હજુ પણ તે દૂર છે. આ સ્થિતિમાં શું AIMIM ના 8 કોર્પોરેટરો ભાજપને ટેકો આપી શકે? આ પ્રશ્ન પર અસદુદ્દીન ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
"સમુદ્રના બે છેડા ક્યારેય મળી ન શકે": AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપને સમર્થન આપવાની તમામ અટકળોને ફગાવી દેતા કહ્યું કે, ભાજપ અને AIMIM નું ગઠબંધન અશક્ય છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે જેવી રીતે સમુદ્રના બે છેડા ક્યારેય મળી શકતા નથી, તેવી જ રીતે અમારી પાર્ટી ક્યારેય ભાજપ કે NDA સાથે હાથ મિલાવશે નહીં. ઓવૈસીએ વધુમાં ઉમેર્યું કે તેઓ કોઈ ચોક્કસ સમુદાયના નેતા બનવા માંગતા નથી, પરંતુ એવા નેતાઓ તૈયાર કરવા માંગે છે જે જમીની સ્તરે કામ કરે.
મહાયુતિ ગઠબંધન (ભાજપ અને શિંદે જૂથ) પાસે મળીને 118 બેઠકો છે, જે બહુમતી માટે પૂરતી છે. જોકે, બંને પક્ષો વચ્ચે મેયર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ છે. એકનાથ શિંદેની શિવસેનાએ મેયર પદ માટે અઢી વર્ષની મુદતની માંગણી કરી છે. આ દરમિયાન, હોર્સ-ટ્રેડિંગ (ખરીદ-વેચાણ) ના ડરથી શિંદે જૂથે પોતાના 29 કોર્પોરેટરોને સુરક્ષિત રીતે રિસોર્ટમાં ખસેડ્યા છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) 65 બેઠકો સાથે બીજા ક્રમે છે. કોંગ્રેસે 24 અને રાજ ઠાકરેની MNS એ 6 બેઠકો જીતી છે. ઓવૈસીની AIMIM એ આ વખતે 8 બેઠકો મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે મેયરની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, પરંતુ તેમણે ભાજપ વિરોધી સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. હવે બધી નજર શિંદે અને ભાજપ વચ્ચેની સમજૂતી પર છે. જો શિંદે જૂથ પીછેહઠ ન કરે તો ભાજપ માટે મેયર પદની ખુરશી મેળવવી પડકારજનક બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
