હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

જોધપુર, રાજસ્થાન તા.૨૧: રામદેવરાથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો મંગળવારે બપોરે કેરુ નજીક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેઓને MDM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર ઓમ પ્રકાશ પાસવાન, કલેક્ટર ગૌરવ અગ્રવાલ અને ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પાલીવાલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસ કમિશનર ઓમ પ્રકાશ પાસવાને જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડમ્પર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. ઘાયલોની સારવાર ચાલી રહી છે. MDM હોસ્પિટલના અધિક્ષક ડો. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લાવવામાં આવે ત્યાં સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા હતા. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. પીડિતોમાંથી એકની ઓળખ થઈ શકી નથી. એક ડઝનથી વધુ ઘાયલોમાં કેટલાક બાળકોનો સમાવેશ થાય છે.
બસની સામે એક જગ્યાએ કાંકરીનો ઢગલો હોવાથી અને તેનાથી બચવા માટે ડ્રાઇવરે બસનો વળાંક લીધો તો ડમ્પરે ટક્કર મારી. આ અકસ્માતમાં વીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચારના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે બસમાં ૫૦ થી વધુ મુસાફરો મોડાસા, ગુજરાત અને આસપાસના વિસ્તારોના હતા. મૃત્યુ પામેલાઓમાં રાવલ વિનુ ભાઈ, સુરેશ, જયેશ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. હોસ્પિટલના અધિક્ષક ડો. રાજપુરોહિતે જણાવ્યું હતું કે ઘાયલોને વિવિધ પ્રકારની ઇજાઓ થઈ હતી, જેમાં મોટાભાગના ઓર્થોપેડિક હતા
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM