હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય કર્મી સામે રાજ્ય પોલીસ પણ ભ્રષ્ટાચારની તપાસ કરી શકેઃ સુપ્રીમ
ભ્રષ્ટાચાર વિરોધી ધારો રાજ્યની કોઈ એજન્સીને ગુનો નોંધતાં અટકાવતો નથી રાજ્યની તપાસ એજન્સીએ અગાઉથી CBI મંજૂરી લેવાની પણ જરૂર નથી

નવી દિલ્હી તા.૨૧: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે તપાસ કરી શકે છે અને ચાર્જશીટ દાખલ કરી શકે છે. રાજ્ય પોલીસે કેન્દ્રીય કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધતા પહેલા સીબીઆઈની અગાઉથી પરવાનગી લેવાની પણ જરૂર નથી.
ન્યાયાધીશ જે બી પારડીવાલા અને સતીશ ચંદ્ર શર્માની બનેલી ખંડપીઠે સોમવારે જણાવ્યું હતું કે આ ધારાની કલમ ૧૭ હેઠળ રાજ્યની તપાસ એજન્સી, કેન્દ્રીય તપાસ એજન્સી કે કોઈ પણ પોલીસ એજન્સી ભ્રષ્ટાચારના ગુનાની તપાસ કરી શકે છે. જોકે પોલીસ અધિકારી નિર્ધારિત રેન્કના હોવા જોઈએ. કલમ ૧૭ રાજ્ય પોલીસ અથવા રાજ્યની કોઈ વિશેષ એજન્સીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે લાંચ, ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક સંબંધિત ગુનો દાખલ કરતાં અથવા કેસોની તપાસ કરતાં અટકાવતી નથી. સાનુકૂળતા ખાતર અને કામનું પુનરાવર્તન ટાળવા માટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અને લાંચના કેસોની તપાસ કરવાનું
કાર્ય સોંપવામાં આવ્યું છે. આ જ હેતુથી રાજ્ય સરકારના કર્મચારીઓ સામે આવા કેસોની તપાસ રાજ્યની વિશેષ એજન્સી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)ને સોંપવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળના ગુનાઓ પણ ગંભીર પ્રકારના છે અને તેથી રાજ્યની પોલીસ તેની તપાસ કરી શકે છે. રાજસ્થાન હાઈકોર્ટના એક ચુકાદાને ન્યાયી ઠેરવી સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારના કર્મચારી સામેના ભ્રષ્ટાચારનો કેસ રદ કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આરોપી કેન્દ્રીય કર્મચારી હોવા છતાં રાજસ્થાન એસીબી પાસે આ એક્ટની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવાનું અધિકારક્ષેત્ર છે. કેન્દ્રીય કર્મચારી સામે માત્ર સીબીઆઇએ કેસ ચલાવી શકે છે તેવું કહેવું ખોટું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
