હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
કાલે અયોધ્યા શ્રીરામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પુર્ણ : ગુજરાત રાજયમાં કતલખાના બંધ રાખવા રાજય સરકારનો આદેશ

રાજકોટ, તા., ૨૧ : કાલે તા. રર જાન્યુઆરીના અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પુર્ણ થાય છે. જે નિમિતે ગુજરાત રાજયના તમામ શહેરોમાં કતલખાના બંધ રાખવા રાજય સરકારે આદેશ કર્યો છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુકત સચિવ કોમલ ભટ્ટના નામથી જાહેર થયેલા પરીપત્રમાં જણાવાયું છે કે, મહાનગર પાલીકા અને નગર પાલીકા વિસ્તારોમાં આવેલ કતલખાના કાલે ગુરૂવારે બંધ રાખવાના રહેશે.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
