હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’ અને ભારત પર અમેરિકાનું મોટું નિવેદન: 500% ટેરિફની ધમકી વચ્ચે યુએસ ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યું- ‘નવી દિલ્હી લાઈન પર આવી ગયું છે’
રશિયન તેલ મુદ્દે વોશિંગ્ટનનો ચીન પર ગાળિયો કડક: રશિયા પ્રતિબંધ કાયદો-2025 હેઠળ અમેરિકા આક્રમક મૂડમાં, ભારત દ્વારા રશિયન તેલની ખરીદી બંધ કરાઈ હોવાનો બેસેન્ટનો દાવો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતા દેશો વિરુદ્ધ ટ્રમ્પ વહીવટીતંત્રે 'આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક'ની તૈયારી કરી લીધી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે મંગળવારે સનસનીખેજ નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૨૫% ટેરિફ અને દબાણના કારણે ભારતે હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. બેસેન્ટના શબ્દોમાં કહીએ તો, "નવી દિલ્હી હવે બંધ (Stop) થઈ ગયું છે."
શું છે 500% ટેરિફનો ખતરનાક પ્લાન?
અમેરિકી સેનેટમાં રજૂ કરાયેલા "રશિયા પ્રતિબંધ કાયદો 2025" મુજબ, જો કોઈ દેશ રશિયન તેલ ખરીદીને પુતિનના 'યુદ્ધ મશીન'ને આર્થિક મદદ કરશે, તો અમેરિકા તે દેશના તમામ માલ અને સેવાઓ પર સીધો ૫૦૦% ટેરિફ (આયાત ડ્યુટી) લાદી શકશે. સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માટે ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરીની પણ જરૂર નથી, તેઓ IEPA હેઠળ આ આકરા પગલાં લઈ શકે છે.
ચીન હવે અમેરિકાના નિશાના પર
ટ્રેઝરી સેક્રેટરીએ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ભારતે સ્થિતિ સમજીને રશિયન તેલથી દૂરી બનાવી લીધી છે, પરંતુ ચીન હજુ પણ રશિયાનું સૌથી મોટું ખરીદદાર છે. અમેરિકા હવે ચીન પર ૫૦૦% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે જેથી તેને રશિયા સાથેના આર્થિક સંબંધો તોડવા માટે મજબૂર કરી શકાય. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે પણ પુષ્ટિ કરી છે કે ટ્રમ્પે આ બિલને લીલીઝંડી આપી દીધી છે, જે ચીન, બ્રાઝિલ અને અન્ય દેશો વિરુદ્ધ અમેરિકાને એક મોટું શસ્ત્ર આપશે.
ભારતનું વલણ: 'અમે ઝૂકીશું નહીં, ઊર્જા સુરક્ષા સર્વોપરી'
અમેરિકાના આ દાવાઓ વચ્ચે ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) અત્યંત સાવચેતીભર્યું પરંતુ મક્કમ વલણ અપનાવ્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે અમેરિકાના આ પ્રસ્તાવિત બિલ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારતનો નિર્ણય હંમેશા ૧.૪ અબજ લોકોની ઊર્જા સુરક્ષા અને બજારની વાસ્તવિકતા પર આધારિત હોય છે." ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે.
ટ્રમ્પના કડક નિર્ણયોની ભારત પર અસર:
1. વિઝા ફીમાં વધારો: ટેરિફની સાથે વિઝા ફી વધારીને ટ્રમ્પે ભારત જેવા દેશો પર દબાણ વધાર્યું છે.
2. વ્યૂહાત્મક દબાણ: રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતની તટસ્થતાને હચમચાવવાનો આ અમેરિકન પ્રયાસ હોવાનું નિષ્ણાતો માને છે.
3. ચીન સાથે સરખામણી: અમેરિકા ભારતને જવાબદાર ભાગીદાર ગણાવીને ચીન વિરુદ્ધ આકરા પગલાં લેવા માટે ભારતનો સાથ ઈચ્છી રહ્યું છે.
આગામી સપ્તાહે યુએસ સેનેટમાં આ બિલ પર મતદાન થવાની શક્યતા છે, જે નક્કી કરશે કે વૈશ્વિક અર્થતંત્રમાં 'ટ્રમ્પ કાર્ડ' કેટલું અસરકારક સાબિત થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
