હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાવોસ સમિટ: ‘એર ફોર્સ વન’માં અચાનક ટેકનિકલ ઈલેક્ટ્રિકલ ખામી સર્જાતા પ્લેન બદલવું પડ્યું, કેબિનની લાઈટ ઓટોમેટીક ડિમ-ફુલ થવા લાગેલ: ટ્રમ્પ બે કલાક મોડા સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા
ઝ્યુરિક એરપોર્ટ પર ઉતરાણ બાદ દાવોસ ફોરમમાં હાજરી આપશે: ગ્રીનલેન્ડ મુદ્દે વિશ્વના નેતાઓ સાથે તણાવ વચ્ચે કરશે મહત્વની મંત્રણા

દાવોસ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ)ની બેઠકમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા છે, પરંતુ તેમની આ મુસાફરી દરમિયાન એક મોટી સુરક્ષા અને ટેકનિકલ ઘટના બની હતી. મીડિયા અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના નિયત વિમાન ‘એર ફોર્સ વન’ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વિમાનમાં અચાનક યાંત્રિક ખામી સર્જાઈ હતી. વિમાનમાં ઇલેક્ટ્રિકલ સમસ્યા ઉભી થવાને કારણે તાત્કાલિક ધોરણે વિમાન બદલવાની ફરજ પડી હતી. ઈલેક્ટ્રિકલ લાઈટ ઓટોમેટીક ચાલુ બંધ થવા લાગેલ. આ ફેરફારને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના નિયત સમય કરતા આશરે બે કલાક મોડા સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક એરપોર્ટ પર ઉતર્યા હતા.
ડેક્કન ક્રોનિકલ અને એએફપી જેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, મંગળવારે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વોશિંગ્ટનથી નીકળતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઈટ હાઉસના સાઉથ લોનમાંથી મરીન વન હેલિકોપ્ટરમાં બેસીને રવાના થયા હતા. ત્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. જોકે, મુસાફરીના વચગાળાના તબક્કે વિમાનમાં ઇલેક્ટ્રિકલ ઇશ્યુ આવતા સલામતીના કારણોસર પ્લેન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ તાત્કાલિક નિર્ણય બાદ તેઓ બીજા વિમાન મારફતે બુધવારે ઝ્યુરિક પહોંચ્યા હતા.
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી આ સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરી વૈશ્વિક રાજકારણ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આ સમિટમાં ટ્રમ્પ એક વિશેષ સંબોધન કરવાના છે અને વિશ્વના વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય ‘ગ્રીનલેન્ડ’ બનેલો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દાવોસ ફોરમમાં ઉપસ્થિત રહીને આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે ગ્રીનલેન્ડ અંગે ચર્ચા વિચારણા કરશે. હાલમાં ગ્રીનલેન્ડને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ બેઠક અને ટ્રમ્પનું સંબોધન ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
વોશિંગ્ટન ડીસીથી રવાના થતી વખતે ટ્રમ્પ કાળા રંગના ઓવરકોટ અને લાલ ટાઈમાં સજ્જ જોવા મળ્યા હતા. હવે તેઓ ઝ્યુરિકથી દાવોસ જશે, જ્યાં વિશ્વભરના દિગ્ગજ નેતાઓ અને ઉદ્યોગપતિઓ એકત્ર થયા છે. વિમાન બદલવાની ઘટનાએ આ પ્રવાસને શરૂઆતમાં જ ચર્ચામાં લાવી દીધો છે, પરંતુ હવે સૌની નજર તેમના દાવોસમાં થનારા ભાષણ અને ગ્રીનલેન્ડ અંગેની તેમની રણનીતિ પર મંડાયેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
