<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

૩૦,૦૦૦ કરોડના સામ્રાજ્ય માટે સાસુ-વહુ વચ્ચે ‘મહાભારત’: સંજય કપૂરની માતાએ વહુ પ્રિયા પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘મારા દીકરાને ભોળવીને સંપત્તિ હડપી લીધી!’

દિલ્હી હાઈકોર્ટમાં રોયલ ફેમિલીનો ડ્રામા: ૮૦ વર્ષીય રાની કપૂરે પુત્રના મૃત્યુને ગણાવ્યું ‘રહસ્યમય’ - ૧૩ દિવસના શોક વચ્ચે વહુએ બિઝનેસ પર કબજો કર્યો હોવાનો દાવો, ૩૦ હજાર કરોડની મિલકત પર સ્ટેની માંગ

નવી દિલ્હી: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સ્વ. સંજય કપૂરના અવસાન બાદ તેમનું ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય અત્યારે કાનૂની જંગનું મેદાન બની ગયું છે. સંજય કપૂરની ૮૦ વર્ષીય માતા રાની કપૂરે પોતાની વહુ પ્રિયા કપૂર સચદેવ સામે દિલ્હી હાઈકોર્ટમાં નવો સિવિલ દાવો દાખલ કરીને સનસનાટી મચાવી દીધી છે. રાની કપૂરનો આરોપ છે કે પ્રિયાએ તેમના પુત્રને ગેરમાર્ગે દોરી નકલી ફેમિલી ટ્રસ્ટ બનાવી અબજોની સંપત્તિ પર કબજો જમાવી લીધો છે.
રાની કપૂરે કોર્ટમાં કરેલી અરજીમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે સંજય કપૂરનું મૃત્યુ 'રહસ્યમય સંજોગો'માં થયું હતું. વધુમાં, જ્યારે પરિવાર પુત્રના અવસાનના ૧૩ દિવસના શોકમાં હતો, ત્યારે જ પ્રિયાએ ઉતાવળમાં સોના ગ્રુપ ના મહત્વના નિર્ણયો લઈ લીધા હતા. સાસુનો આરોપ છે કે આ બધું જ તેમને બિઝનેસ અને સંપત્તિમાંથી બાકાત રાખવા માટે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.
 આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રિયા કપૂર સચદેવના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) વાયરલ થયા.
સોગંદનામું વિરુદ્ધ પુરાવા: પ્રિયાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે વસિયતનામું લખાયું ત્યારે તે ગુરુગ્રામમાં હાજર હતી.
જોકે, સીડીઆર મુજબ તે દિવસે સવારે ૯:૨૨ થી સાંજે ૪:૩૦ સુધી પ્રિયાનું લોકેશન નવી દિલ્હીના ટાવર સાથે જોડાયેલું હતું. આ વિસંગતતાએ વસિયતનામાની સત્યતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
 માત્ર સાસુ જ નહીં, પરંતુ કરિશ્મા કપૂર સાથેની સંજયની બીજી પત્નીના બાળકો સમૈરા અને કિયાન પણ આ લડાઈમાં સામેલ છે. તેમણે પણ આ વસિયતનામાને છેતરપિંડી ગણાવીને પોતાનો હક માંગ્યો છે. અત્યારે સોના કોમસ્ટાર જેવી જાયન્ટ કંપનીનું નેતૃત્વ પ્રિયા કપૂર સંભાળી રહી છે, જેની સામે રાની કપૂરે મનાઈ હુકમ માંગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ હવે આ ૩૦,૦૦૦ કરોડના વિવાદમાં શું ચુકાદો આપે છે અને ટ્રસ્ટની સંપત્તિ પર સ્ટે મૂકે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.

(8:24 PM IST)