હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BMC મેયર પદનો ‘માસ્ટર પ્લાન’: બહુમતી વિના પણ શું ઉદ્ધવ ઠાકરે મારી જશે બાજી? જાણો એ બે અજીબ પરિસ્થિતિઓ જે પલટી શકે છે આખું પાસું!
૨૨ જાન્યુઆરીની લોટરી પર સૌની મીટ: જો મુંબઈ મેયર પદ ST અનામત જાહેર થાય, તો ભાજપ-શિંદે પાસે કોઈ ઉમેદવાર જ નથી - જાણો ઉદ્ધવ સેનાનો કયો ‘પ્લાન-B’ શિંદે જૂથને કરી શકે છે સત્તા બહાર!

મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ૨૨૭ સભ્યોના ગૃહમાં જાદુઈ આંકડો ૧૧૪ છે, જ્યારે ભાજપ પાસે ૮૯ અને શિવસેના (યુબીટી) પાસે ૬૫ બેઠકો છે. આ સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે કે, "જો ભગવાન ઈચ્છશે, તો મુંબઈના મેયર અમારા જ હશે." આ વાત પાછળ ગણિત અને રણનીતિના બે મુખ્ય પાસાઓ છુપાયેલા છે.
પરિસ્થિતિ ૧: મેયર પદની અનામત લોટરી (ST બેઠક)
આવતીકાલે એટલે કે ૨૨ જાન્યુઆરીએ મંત્રાલયમાં મેયર પદ માટેની અનામત લોટરી યોજાવાની છે.
• ST અનામતનો ખેલ: જો મુંબઈ મેયર પદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જાહેર થાય, તો ભાજપ (૮૯ બેઠકો) અને શિંદે સેના (૨૯ બેઠકો) પાસે આ કેટેગરીનો એક પણ વિજેતા કોર્પોરેટર નથી.
• ઉદ્ધવ સેનાનો ફાયદો: શિવસેના (યુબીટી) પાસે આ કેટેગરીમાં બે કોર્પોરેટરો છે - જીતેન્દ્ર વાલ્વી અને પ્રિયદર્શની ઠાકરે. જો આવું થાય, તો અનામતના નિયમ મુજબ બહુમતી ન હોવા છતાં આ બેમાંથી જ કોઈ એક મેયર બની શકે છે.
પરિસ્થિતિ ૨: ભાજપ સાથેની ‘ગુપ્ત’ સમજૂતી અને વોક-આઉટ
રાજકીય ગલીઓમાં એવી પણ ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને ‘પાઠ ભણાવવા’ માટે ભાજપ સાથે કોઈ સમજૂતી કરી શકે છે.
• વોક-આઉટ પ્લાન: જો ઉદ્ધવ સેનાના ૬૫ કોર્પોરેટરો મેયરની ચૂંટણી વખતે મતદાનમાંથી ગેરહાજર (વોક-આઉટ) રહે, તો ગૃહની પ્રભાવી સભ્ય સંખ્યા ઘટી જશે.
• શિંદેની તાકાત ઘટશે: આ સ્થિતિમાં ભાજપ ૮૯ બેઠકો સાથે એકલા હાથે મેયર બનાવી શકશે અને તેને શિંદે જૂથની ૨૯ બેઠકોની જરૂર નહીં પડે. આ રીતે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેનું ‘બાર્ગેનિંગ પાવર’ ખતમ કરી શકે છે.
નંબર ગેમ: એક નજર
પક્ષ બેઠકો
ભાજપ ૮૯
શિવસેના (યુબીટી) ૬૫
શિવસેના (શિંદે જૂથ) ૨૯
કોંગ્રેસ ૨૪
આવતીકાલની લોટરી નક્કી કરશે કે મુંબઈ પર ભગવો કોનો લહેરાશે - ભાજપનો, શિંદેનો કે પછી ઉદ્ધવ ઠાકરેનો કોઈ અણધાર્યો ઉમેદવાર મેદાન મારી જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
