હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવાઈ ક્રાંતિ તરફ ભારતની દોટ: આગામી ૫ વર્ષમાં નવા ૫૦ અને આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં એટલે કે ૨૦૪૭ સુધીમાં ૩૫૦ એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક: ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ
ભારતમાં હવાઈ મુસાફરી હવે માત્ર શ્રીમંતો પૂરતી મર્યાદિત ન રહેતા સામાન્ય નાગરિકો સુધી પહોંચી છે, અને આ ટ્રેન્ડને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

નવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, ભારત આગામી ૫ વર્ષમાં ૫૦ નવા એરપોર્ટનું નિર્માણ કરશે. એટલું જ નહીં, આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશમાં એરપોર્ટની કુલ સંખ્યા વધારીને ૩૫૦ સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
આ જાહેરાત દર્શાવે છે કે સરકાર કનેક્ટિવિટી વધારવા અને પ્રાદેશિક વિકાસ પર કેટલો ભાર મૂકી રહી છે. નાના શહેરો અને ટિયર-૨, ટિયર-૩ સીટીઝને હવાઈ માર્ગે જોડવાથી ત્યાં ઉદ્યોગ અને પર્યટનનો વિકાસ થશે. ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના અંતર્ગત અત્યારે પણ અનેક નાના એરપોર્ટ શરૂ થયા છે, જેના સારા પરિણામો મળી રહ્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વધતી જતી અર્થવ્યવસ્થા અને મધ્યમ વર્ગની વધતી આવકને કારણે હવાઈ મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે, જેને પહોંચી વળવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવો અનિવાર્ય છે.
૨૦૪૭ સુધીમાં ૩૫૦ એરપોર્ટનું નેટવર્ક ભારતને અમેરિકા અને ચીન પછી વિશ્વનું સૌથી મોટું ત્રીજું એવિયેશન માર્કેટ બનાવી દેશે. આ યોજના માત્ર એરપોર્ટ બનાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે સંકળાયેલા એવિએશન સ્કીલ ડેવલપમેન્ટ, પાઈલટ ટ્રેનિંગ અને ગ્રાઉન્ડ સ્ટાફની રોજગારીમાં પણ મોટો વધારો કરશે. નવા એરપોર્ટના નિર્માણમાં પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જીનો ઉપયોગ થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવશે. સરકારના આ વિઝનથી આગામી દાયકાઓમાં ભારતના પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવાની પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
