<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

અમેરિકાના મિનેપોલિસ શહેરમાં ‘ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ દ્વારા મહિલા પર થયેલા ગોળીબારની ઘટના બાદ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા

સ્થિતિને કાબૂમાં લેવા પેન્ટાગોને યુએસ આર્મીની ૧૬મી મિલિટરી પોલીસ બ્રિગેડના સેંકડો સૈનિકોને ‘પ્રિપેર-ટુ-ડિપ્લોય’ (તૈનાતી માટે તૈયાર રહેવા)ના આદેશો આપ્યા: ૧,૦૦૦ સૈનિકોને સ્ટેન્ડ-બાય રાખ્યા

ન્યૂયોર્ક: અમેરિકાની આંતરિક સુરક્ષાને લઈને પેન્ટાગોને મોટા પગલાં લીધા છે. મિનેસોટાના મિનેપોલિસ શહેરમાં ‘ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ (આઈસીઈ) દ્વારા એક મહિલા પર થયેલા ગોળીબારની ઘટના બાદ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. 

આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પેન્ટાગોને નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ ખાતે તૈનાત યુએસ આર્મીની ૧૬મી મિલિટરી પોલીસ બ્રિગેડના સેંકડો સૈનિકોને ‘પ્રિપેર-ટુ-ડિપ્લોય’ (તૈનાતી માટે તૈયાર રહેવા) ના આદેશો આપ્યા છે. 
આ ઉપરાંત, અલાસ્કામાં જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન ખાતે તૈનાત ૧૧મી એરબોર્ન ડિવિઝનની બે બટાલિયનના અંદાજે ૧,૦૦૦ સૈનિકોને પણ શુક્રવારથી સ્ટેન્ડ-બાય રહેવા જણાવવામાં આવ્યું છે, જેથી જરૂર પડ્યે તેમને તાત્કાલિક મિનેપોલિસ મોકલી શકાય.

(12:42 AM IST)