<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

વૈશ્વિક હલચલ: દાવોસમાં ટ્રમ્પની ઝેલેન્સકી સાથે મુલાકાત: સાથોસાથ રશિયા સાથે મંત્રણાની સમાંતર તૈયારી

ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશકેર મોસ્કો જઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી રહ્યા છે: બંને બેઠકો એક જ દિવસે યોજાઈ રહી હોઈ યુક્રેન-રશિયા યુદ્ધને લઈને કોઈ મોટી સમજૂતીના સંકેતો

દાવોસ: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આજે એકસાથે અનેક મોટી ઘટનાઓ ઘટી છે જેની સીધી અસર વૈશ્વિક શાંતિ અને અમેરિકાની આંતરિક સુરક્ષા પર જોવા મળી રહી છે. એક તરફ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ચાલી રહી છે જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. 

  આજે ગુરુવારે યોજાનારી આ બેઠક પર આખા વિશ્વની નજર છે, પરંતુ તેની સાથે જ એક સમાંતર ઘટનાક્રમમાં ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશકેર મોસ્કો જઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. આ બંને બેઠકો એક જ દિવસે યોજાઈ રહી હોવાથી યુક્રેન-રશિયા યુદ્ધને લઈને કોઈ મોટી સમજૂતીના સંકેતો મળી રહ્યા છે.

 

(12:49 AM IST)