હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું: ગિફ્ટ સિટીમાં જેપી મોર્ગન સિક્યોરિટીઝને નવી શાખા શરૂ કરવા મંજૂરી
ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી બાદ, જેપી મોર્ગન અહીંથી પોતાની આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનો વિસ્તાર કરશે

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આકાર પામેલા ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) હવે સાચા અર્થમાં વૈશ્વિક નાણાકીય હબ બની રહ્યું છે. વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓમાંની એક ગણાતી 'જેપી મોર્ગન' હવે ગિફ્ટ સિટીમાં પોતાનો પગપેસારો કરવા જઈ રહી છે. જેપી મોર્ગન સિક્યોરિટીઝ ઈન્ડિયાને ગિફ્ટ સિટીમાં નવી શાખા સ્થાપવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ ઘટના ગુજરાત અને ભારત માટે આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે વોલ સ્ટ્રીટની આ દિગ્ગજ કંપનીનું આગમન અન્ય આંતરરાષ્ટ્રીય રોકાણકારોને પણ આકર્ષશે.
ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઈએફએસસીએ) દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી બાદ, જેપી મોર્ગન અહીંથી પોતાની આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનો વિસ્તાર કરશે. ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં અનેક બેંકો અને વીમા કંપનીઓ આવી ચૂકી છે, પરંતુ જેપી મોર્ગન જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીનું આવવું એ સાબિત કરે છે કે ભારત સરકારની આર્થિક નીતિઓ અને ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વસ્તરીય છે. આનાથી વિદેશી મુદ્રાનો પ્રવાહ વધશે અને સ્થાનિક સ્તરે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીનું સર્જન થશે.
આ બ્રાન્ચ મારફતે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ, ફોરેન કરન્સી એક્સચેન્જ અને ક્રોસ બોર્ડર ફાઇનાન્સિંગ જેવી જટિલ નાણાકીય પ્રવૃત્તિઓ સરળ બનશે. અત્યાર સુધી ભારતીય કંપનીઓને આવી સેવાઓ માટે સિંગાપોર કે દુબઈ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે આ તમામ સુવિધાઓ ગાંધીનગરના આંગણે ઉપલબ્ધ થશે. નિષ્ણાતો આ પગલાં ને "રિવર્સ બ્રેઈન ડ્રેઈન" ની શરૂઆત તરીકે પણ જોઈ રહ્યા છે, કારણ કે ફાઈનાન્સ સેક્ટરમાં કામ કરતા ભારતીય યુવાનોને હવે વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની તકો મળશે. ગિફ્ટ સિટીનું આ મોડલ આગામી સમયમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
