હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પહેલા ૩ કે ૪ દિવસમાં મટી જતી શરદી હવે ૧૦ દિવસે પણ કેમ નથી જતી? શું કોરોના છે આનું કારણ?
કોરોના પછી શરદી-ઉધરસની પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે : બેવડી ઋતુના કારણે શરદી-ઉઘરસના કેસમાં વધારો

છેલ્લા અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી ધીરે ધીરે ગાયબ થઈ રહી છે અને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આમ બેવડી ઋતુને પગલે શરદી ઉધરસના કેસો વધારે જોવા મળી રહ્યા છે. જો કે શરદી ઉધરસની પેટર્નમાં પણ બદલાવ આવ્યો હોવાનું તબીબોનું માનવું છે.
રોગ નિયંત્રણ વિભાગના અધિકારી ડોક્ટર જણાવ્યું હતું કે, હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી જેને પગલે શરદી ઉધરસના કેસો જોવા મળે છે. હાલની સ્થિતિમાં લોકોએ ઠંડા પીણા ના પીવા, ગળપણ વાળી કે અન્ય લગ્ન ગાળાના સિઝનમાં ખાણીપીણીમાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. ઠંડી હવામાં જતા સમયે ગરમ કપડાં પહેરવા જોઈએ.'
તબીબ ડોક્ટર પરમારે જણાવ્યું હતું કે, હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે જેને પગલે લોકો શરદી ઉધરસનો શિકાર થાય છે. જો કે આ સામાન્ય વાયરલ છે. પરંતુ વાયરલ પણ ચાર પ્રકારના હોય છે ત્યારે હાલનો વાયરલ જે છે તેની કોરોના પછીની પેટર્નમાં ફેરફાર જોવા મળે છે. જેથી શરૂઆતમાં જે શરદી ઉધરસ ત્રણ ચાર દિવસમાં મટી જતા હતા, તે કોરોના કાળ બાદ લાંબો સમય ચાલે છે. એટલે ૭ કે ૮, ૧૦ દિવસ સુધી મટતા નથી. જેથી લોકોએ સાવચેત રહીને કાળજીપૂર્વક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
હાલમાં મોટાભાગે લોકોને શરદી ઉધરસ થઈ રહ્યા છે. તેમાં ઉધરસ અલગ પ્રકારની જોવા મળે છે. જેને સાદી ભાષામાં ઘોડા ઉધરસ પણ કહેવામાં આવતી હોય છે. જ્યારે શરદીમાં ફેરફાર પગલે ડોક્ટર પરમારે જણાવ્યું હતું કે, હાલમાં શરદી થાય એટલે પાણી જેવી શરદી થાય છે ત્યારે ગળામાં બળતરા થાય છે માથું દુખે છે શરીરમાં કળતર થાય છે અને જે શરદી લાંબો સમય ચાલે છે. શરદીમાંથી કફ પણ થાય છે એટલે કહીએ કોરોના બાદ આ પ્રકારના શરદી ઉધરસ ચેપી છે આથી પોતે ઉપયોગ કરેલી ચીજો ઘરમાં જ્યાં ત્યાં મૂકવી નહીં. હાથને સાફ કરતા રહેવું અને બને તો માસ્ક પહેરવું જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
