<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

તમિલનાડુ સૌથી વધુ દેવું ધરાવતું રાજ્‍યઃ ૮.૩૪ લાખ કરોડથી વધુ બોજો

દેવું હવે વિકાસલક્ષી ખર્ચ, નાણાકીય સ્‍થિરતા અને લાંબા ગાળાના આર્થિક વિકાસને અસર કરી રહ્યું છે : ગુજરાતે તેના દેવાને તેની જીએસડીપી (GSDP)ના ૨૦%ની મર્યાદામાં રાખીને સારું નાણાકીય વ્‍યવસ્‍થાપન કર્યું

નવી દિલ્‍હી તા.૨૨: વધતું જતું દેવું ભારતીય રાજ્‍યો સામે એક મોટો પડકાર છે, ૨૦૨૫-૨૬ના લેટેસ્‍ટ ડેટા સૂચવે છે કે, આ સ્‍થિતિ ઘણી ગંભીર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) અને રાજ્‍યના બજેટ દસ્‍તાવેજો અનુસાર, અનેક મોટા અને નાના રાજ્‍યો પર દેવાનો ભારે બોજ છે. આ દેવું હવે વિકાસલક્ષી ખર્ચ, નાણાકીય સ્‍થિરતા અને લાંબા ગાળાના આર્થિક વિકાસને અસર કરી રહ્યું છે. ૨૦૨૬ની શરૂઆતમાં રાજ્‍યો તરફથી હજુ વધુ દેવું લેવામાં આવે તેવી શક્‍યતા છે.

તમિલનાડુ સૌથી ઉપરઃ કુલ બાકી દેવાના મામલામાં તમિલનાડુ હાલમાં સૌથી વધુ દેવું ધરાવતું રાજ્‍ય છે. ૨૦૨૪માં રાજ્‍યનું દેવું ૮.૩૪ લાખ કરોડથી વધુ થઈ ગયું છે અને, ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં તે ૯ લાખ કરોડને વટાવી જવાનો અંદાજ છે. કલ્‍યાણકારી યોજનાઓ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ખર્ચ આ માટે મુખ્‍ય જવાબદાર છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રઃ ઉત્તર પ્રદેશ બીજા સ્‍થાને છે, જેનું દેવું ૨૦૨૫-૨૬ના અંદાજ મુજબ ૮.૨ લાખ કરોડથી ૮.૫ લાખ કરોડ સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, ૨૦૨૪-૨૫માં તેનું દેવું આશરે ૭.૨૨ લાખ કરોડ હતું.

પヘમિ બંગાળ અને કર્ણાટકઃ પશ્ચિમ બંગાળ આશરે ૬.૫૮ લાખ કરોડના દેવા સાથે ચોથા ક્રમે છે, એટલું જ નહીં, રાજ્‍યનું દેવું અને જીએસડીપી (GSDP) ગુણોત્તર પણ ઘણો વધારે રહ્યો છે. બીજી તરફ કર્ણાટકની વાત કરીએ તો, તે ૫.૯૭ લાખ કરોડના દેવા સાથે પાંચમા સ્‍થાને છે.

જો રાજસ્‍થાનની વાત કરીએ તો, આ રાજ્‍ય પર ૫.૬૨ લાખ કરોડનું દેવું છે. આંધ્ર પ્રદેશનો કુલ દેવાનો બોજ ૪.૯૦ લાખ કરોડ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો, આ રાજ્‍ય પર કુલ દેવું ૪.૬૯ લાખ કરોડ છે. આ સાથે જ કેરળનું કુલ દેવું ૪.૨૯ લાખ કરોડ થઈ ગયું છે. જ્‍યારે મધ્‍ય પ્રદેશનું કુલ દેવું ૪.૧૮ લાખ કરોડને પાર કરી ગયું છે.

જોકે, આ તમામ રાજ્‍યો પર મોટું દેવું છે, પરંતુ આર્થિક નિષ્‍ણાતો માને છે કે, ગુજરાતે તેના દેવાને તેની જીએસડીપી (GSDP)ના ૨૦%ની મર્યાદામાં રાખીને સારું નાણાકીય વ્‍યવસ્‍થાપન કર્યું છે. તો બીજી તરફ, કેરળ અને રાજસ્‍થાન જેવા રાજ્‍યો માટે આ દેવું તેમની અર્થવ્‍યવસ્‍થાના કદના પ્રમાણમાં ઘણું વધારે માનવામાં આવે છે.

જોકે કુલ દેવાના આંકડાઓ સૌનું ધ્‍યાન ખેંચે છે, પરંતુ દેવું અને જીએસડીપી (GSDP) વચ્‍ચેનો ગુણોત્તર નાણાકીય સ્‍થિતિનો વધુ સચોટ સંકેત માનવામાં આવે છે. પંજાબ સૌથી ખરાબ સ્‍થિતિમાં છે, જ્‍યાં દેવું તેના જીએસડીપીના આશરે ૪૪.૫% થઈ ગયું છે. જમ્‍મુ-કાશ્‍મીર અને અરુણાચલ પ્રદેશે ૫૦% નો ખતરનાક આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ પヘમિ બંગાળ અને કેરળ ૩૫% થી ૩૮%ની રેન્‍જમાં છે.

જાન્‍યુઆરી ૨૦૨૬ના અંદાજ મુજબ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, રાજ્‍યો નાણાકીય વર્ષના છેલ્‍લા ત્રિમાસિક ગાળામાં આશરે ૫ લાખ કરોડનું દેવું લેશે. ૧૬મા નાણાં પંચ તરફથી નાણાકીય મજબૂતી પર ભાર મૂકવાની સાથે, ૨૦૩૧ સુધીમાં કેન્‍દ્ર અને રાજ્‍યના સંયુક્‍ત દેવાને જીડીપી (GDP)ના ૫૦% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે.

(9:56 AM IST)