<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

૩ મિનિટમાં ૨.૯ કિલો દહીં ઝાપટી ગયો

પટનામાં ‘દહી ખાઓ, ઇનામ પાઓ' નામની એક સ્‍પર્ધા યોજાય છે

પટના,તા.૨૨: બિહારના પટનામાં ‘દહી ખાઓ, ઇનામ પાઓ' નામની એક સ્‍પર્ધા યોજાય છે. પટના ડેરી પ્રોજેક્‍ટ દ્વારા આયોજિત સ્‍પર્ધાનું આ ત્રીજું વર્ષ હતું. આ વર્ષે લગભગ ૧૫૦ લોકોએ ભાગ લીધો હતો. મહેશકુમાર નામના ભાઈ લગભગ ૨.૯ કિલો અને સરસ્‍વતી દેવી ૧.૯૨ કિલો દહીં ત્રણ મિનિટમાં ઝાપટીને અનુક્રમે પુરુષ અને સ્‍ત્રીની કેટેગરીમાં વિનર બન્‍યાં હતાં. 

 

(1:56 PM IST)