<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ગુરુગ્રામમાં સ્‍પામાં નશીલી દવા આપી મહિલા સાથે ગેંગરેપ

મહિલાનો આરોપ ....બળાત્‍કાર કર્યો અને આ ઘટનાનો વિડિયો પણ બનાવ્‍યો

નવી દિલ્‍હી,તા.૨૨: દિલ્‍હીમાં રહેતી ૨૯ વર્ષની મહિલાને આ મહિનાની શરૂઆતમાં એક સ્‍પા સેન્‍ટરમાં તેના સાથી સહિત બે પુરુષોએ કથિત રીતે નશીલી દવા આપી સામૂહિક બળાત્‍કાર કર્યો હતો. ગુરુગ્રામ પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા (BNS)ની કલમ ૭૦(૧) હેઠળ આરોપીઓ સામે કેસ નોંધ્‍યો છે. અહેવાલો અનુસાર આરોપીઓ હાલમાં ફરાર છે.

પヘમિ દિલ્‍હીમાં રહેતી આ મહિલાનો એક આરોપી સાથે છેલ્‍લા ત્રણ મહિનાથી સંબંધ હતો. તેણીએ જણાવ્‍યું કે આરોપી તેને રાત્રે લગભગ ૧૧ વાગ્‍યે તેના ઘરેથી એક સ્‍પામાં લઈ ગયો હતો, જે ત્‍યારે બંધ હતો.

મહિલાનો આરોપ છે કે બીજી વ્‍યક્‍તિ પહેલેથી જ સ્‍પામાં હાજર હતો અને બંને પુરુષો પાસે સ્‍પા પરિસરની ચાવી હતી. આરોપ છે કે તેમણે મહિલાને નાસ્‍તો અને સોફટ ડ્રિક ઓફર કર્યા, જેમાં તેણીને શંકા છે કે બેહોશી લાવતી દવા ભેળવેલી હતી. ડ્રિક પીધા બાદ તેણીને ચક્કર આવવા લાગ્‍યાં અને તે બેહોશ થઈ ગઈ હતી. મહિલાનો વધુ આરોપ છે કે બંનેએ તેની સાથે બળાત્‍કાર કર્યો અને આ ઘટનાનો વિડિયો પણ બનાવ્‍યો. તેમણે તેને ધમકી આપી કે જો તેણે આ બાબત કોઈને કહી દેશે તો વિડિયો વાઇરલ કરી દેશે. અહેવાલ મુજબ આરોપીઓ પヘમિ બંગાળના રહેવાસી છે. બેમાંથી એક ગુરુગ્રામના સેક્‍ટર ૪૦માં રહે છે અને એક સ્‍પા સેન્‍ટરમાં મેનેજર તરીકે કામ કરે છે.

 પોલીસ તપાસમાં લાગી, CCTV ફુટેજની સમીક્ષા પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે. પોલીસે તેનું નિવેદન નોંધ્‍યું છે અને આસપાસના વિસ્‍તારોના ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફુટેજની સમીક્ષા કરી રહી છે. એ સાથે-સાથે પુરાવાઓને ફોરેન્‍સિક તપાસ માટે મોકલવામાં આવ્‍યા છે અને આરોપીઓનો પત્તો લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુરુગ્રામ પોલીસના જનસંપર્ક અધિકારી સંદીપ તુરાણે જણાવ્‍યું હતું કે પીડિતાની ફરિયાદને આધારે સેક્‍ટર ૪૦ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૭૦(૧) (વયસ્‍ક મહિલાની સાથે સામૂહિક બળાત્‍કાર) હેઠળ FIR નોંધવામાં આવી છે.

 

(10:07 AM IST)