હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિયંત્રણ રેખા પર હાઈ-ટેક કેમેરા લગાવતા ભારતીય જવાનો પર
પાકિસ્તાની સેનાનું ફાયરિંગ: ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સેનાએ ફરી એકવાર શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે બની હતી, જ્યારે ભારતીય સેનાના જવાનો સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. પાકિસ્તાનની આ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારતીય સેનાએ પણ સંયમિત પણે મક્કમ જવાબ આપ્યો હતો.
વિગતો મુજબ, ૬ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો કેરન બાલા વિસ્તારમાં સરહદ પરના 'બ્લાઈન્ડ સ્પોટ્સ' (એવા વિસ્તારો જ્યાં સીધી નજર રાખવી મુશ્કેલ હોય) ને કવર કરવા માટે આધુનિક સર્વેલન્સ કેમેરા લગાવી રહ્યા હતા. ભારત દ્વારા સરહદ પર મજબૂત થતી નિગરાણની વ્યવસ્થા પાકિસ્તાની સેનાને પસંદ પડી ન હતી. આ કામગીરીમાં અવરોધ ઊભો કરવાના ઈરાદે પાકિસ્તાની સૈનિકોએ નાના હથિયારો વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારનો મુખ્ય ઉદ્દેશ્ય કેમેરા ઇન્સ્ટોલેશનની કામગીરીને અટકાવવાનો હતો. જોકે, ભારતીય જવાનોએ તુરંત જ જવાબી કાર્યવાહી કરી હતી. સદનસીબે, આ અથડામણમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગોળીબાર બાદ ભારતીય સેનાએ તે વિસ્તારના ઘીચ જંગલોમાં તાત્કાલિક ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. સેનાને આશંકા છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલ આ ગોળીબારનો બીજો ઈરાદો આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો હોઈ શકે છે. ઘણીવાર પાકિસ્તાની સેના ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે ગોળીબાર કરતી હોય છે જેથી આડમાં આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસી શકે. પાકિસ્તાન રેન્જર્સ અને સેના અવારનવાર એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) પર આવા કૃત્યો કરતી રહે છે જેથી ભારતની સર્વેલન્સ સિસ્ટમમાં ખલેલ પહોંચે અથવા ઘૂસણખોરીને પ્રોત્સાહન મળે. જોકે, ભારતીય સેના સંપૂર્ણ સતર્ક છે અને દુશ્મનની દરેક ચાલનો જવાબ આપવા સક્ષમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
