<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ક્રોમાએ એપલ અને સેમસંગ પર આકર્ષક ઓફર્સ સાથે ‘બ્‍લોકબસ્‍ટર રિપબ્‍લિક ડે સેલ'ની શરૂઆત કરી

આઈફોન ૧૭ માત્ર રૂ.૪૭,૯૯૦ અને આઈફોન ૧૫ રૂ.૩૧,૯૯૦માં ઉપલબ્‍ધઃ લેપટોપ અને ટીવી પર પણ મોટી બચત

રાજકોટ, તા.૨૨: અગ્રણી ઈલેક્‍ટ્રોનિક્‍સ રિટેઇલર ક્રોમાએ ૨૬ જાન્‍યુઆરી સુધી ચાલનારા તેના ‘રિપબ્‍લિક ડે સેલ'ની જાહેરાત કરી છે. ક્રોમાના તમામ સ્‍ટોર્સ પર ગ્રાહકો બેંક કેશબેક, એક્‍સચેન્‍જ બોનસ અને સરળ હપ્તાના વિકલ્‍પો સાથે ખરીદી કરી શકશે. આ ઉપરાંત એચડીએફસી ટાટા ન્‍યૂ કાર્ડ ધારકો પસંદગીની એપલ પ્રોડક્‍ટ્‍સ પર ૧૦ ટકા સુધીની વધારાની બચત કરી શકશે.

આઈફોન ૧૭: રૂ.૮૨,૯૦૦ની કિંમતનો આ ફોન એક્‍સચેન્‍જ અને બેંક ઓફર્સ બાદ રૂ.૪૭,૯૯૦ની અસરકારક કિંમતે મળી શકશે. (જૂના ફોનનું એક્‍સચેન્‍જ મૂલ્‍ય રૂ.૨૩,૫૦૦ સુધી રૂ.૮,૦૦૦ એક્‍સચેન્‍જ બોનસ રૂ.૨,૦૦૦ બેંક કેશબેક).

આઈફોન ૧૫: રૂ.૫૯,૯૦૦નો ફોન તમામ ઓફર્સ બાદ રૂ.૩૧,૯૯૦માં ઉપલબ્‍ધ થશે.

સેમસંગ એસ૨૫ સિરીઝઃ સેમસંગ એસ૨૫ રૂ.૫૦,૪૯૯માં અને એસ૨૫ અલ્‍ટ્રા રૂ.૭૯,૯૯૯માં મેળવી શકાશે (જૂના એસ૨૪ના એક્‍સચેન્‍જ પર).

ફોલ્‍ડેબલ ફોનઃ સેમસંગ ઝેડ ફોલ્‍ડ ૭ રૂ.૧,૦૯,૯૯૯માં ઉપલબ્‍ધ થશે (ઝેડ ફોલ્‍ડ ૬ના એક્‍સચેન્‍જ પર).

મેકબુક એર એમ૪: વિદ્યાર્થીઓ માટે ખાસ કિંમત રૂ.૫૫,૯૧૧ રાખવામાં આવી છે. જેમાં રૂ.૧૦,૦૦૦નું બેંક કેશબેક અને રૂ.૧૦,૦૦૦ના એક્‍સચેન્‍જ બોનસનો સમાવેશ થાય છે.

એચપી ઓમ્‍ની બુક ૫ (૧૩મી જનરેશન): રૂ.૪૮,૧૩૦ની અસરકારક કિંમતે ઉપલબ્‍ધ છે.

ટીવી અને હોમ એપ્‍લાયન્‍સિસમાં મોટી બચતઃ સેમસંગ નિયો કયુએલઇડી ૬૫ ઇંચ ટીવી રૂ.૧,૭૫,૦૦૦ને બદલે રૂ. ૯૮,૯૯૦માં. ટીસીએલ ૫૫ ઇંચ કયુએલઇડી ટીવી માત્ર રૂ.૩૮,૯૯૦માં. ૯ કિલો ફ્રન્‍ટ-લોડ વોશિંગ મશીન રૂ. ૩૧,૨૯૦થી શરૂ. માર્શલ બ્‍લૂટૂથ સ્‍પીકર્સ પર ૩૫ ટકા સુધીનું ડિસ્‍કાઉન્‍ટ અને પસંદગીના એસી પર રૂ. ૧૧,૫૦૦ સુધીની ભેટો.

ઇન્‍ફિનિટી રિટેઇલના પ્રવક્‍તાના જણાવ્‍યા મુજબ, રિપબ્‍લિક ડે સેલ ગ્રાહકોને ઘર અને વ્‍યક્‍તિગત વપરાશના ઉપકરણોને અપગ્રેડ કરવાની અને શ્રેષ્ઠ વેલ્‍યુ મેળવવાની તક પૂરી પાડે છે. 

(2:35 PM IST)