ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા દ્વારા મ્યુચ્યુઅલ ફંડ જાગૃતિ માટે ‘ચેન્જ ધ સોચ - કન્યાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ' અભિયાન શરૂ
અવિનાશ સાતવલેકર સ્વયં આ ડ્રાઇવનું નેતૃત્વ કરશેઃ દેશના ૨૧ શહેરોની મુલાકાત લેશ

રાજકોટ તા. રરઃ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન (ઈન્ડિયા) એ આજે દેશભરમાં રોકાણકારોમાં જાગૃતિ ફેલાવવા માટે ‘ચેન્જ ધ સોચ - કન્યાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ' નામના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને મહિલાઓમાં નાણાંકીય સાક્ષરતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.
અભિયાનના મુખ્ય અંશોઃ
૪,૦૦૦ કિમીની યાત્રાઃ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ભારતમાં ૩૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું હોવાથી, આ ૩૦ દિવસની યાત્રા યોજવામાં આવી છે. જેમાં કન્યાકુમારીથી કાશ્મીર (શ્રીનગર) સુધીનું ૪,૦૦૦ કિમીથી વધુનું અંતર કાપવામાં આવશે.
અવિનાશ સાતવલેકરનું નેતૃત્વ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સાતવલેકર સ્વયં આ ડ્રાઇવનું નેતળત્વ કરશે અને દેશના ૨૧ શહેરોની મુલાકાત લેશે.
‘‘મહિલા સશક્તિકરણ પર ભાર'' આ અભિયાનમાં ખાસ કરીને મહિલાઓને બચતમાંથી રોકાણ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
શ્રી અવિનાશ સાતવલેકર દર બીજા દિવસે વિવિધ શહેરો કે ગામોમાં રોકાઈને ખેડૂતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગળહિણીઓ, અને સૈન્ય પરિવારની મહિલાઓ સાથે સંવાદ કરશે.
‘‘નાણાંકીય સાક્ષરતા'' મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અંગેની ગેરસમજો દૂર કરી, લાંબા ગાળાની સંપત્તિ બનાવવા અને આર્થિક સુરક્ષા મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે શ્રી અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, ‘‘ભારતની પ્રગતિ માટે મહિલાઓમાં નાણાંકીય સાક્ષરતા ખૂબ જરૂરી છે. ટિયર ૨ અને ટિયર ૩ શહેરોની મહિલાઓને રોકાણ અને ડિજિટલ ફાઇનાન્સ વિશે જાગળત કરવી એ અમારો મુખ્ય ધ્યેય છે. આ પગલું ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
