હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંગલીમાં ૨૪ થી ૨૬ જાન્યુ દરમિયાન મહારાષ્ટ્રનો ૫૯મો ભવ્ય નિરંકારી સંત સમાગમ
સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને રાજપિતા રમિતજીના સાન્નિધ્યમાં ‘આત્મ-મંથન'ના વિષય સાથે આયોજનઃગુજરાતના હજારો સેવાદારો સેવામાં જોડાયા

સાંગલીઃ પ્રેમ, સેવા અને એકત્વના પવિત્ર સંદેશ સાથે મહારાષ્ટ્રનો ૫૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ આગામી તા.૨૪ થી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આધ્યાત્મિક આયોજન મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના સાંગલવાડી ખાતે આશરે ૪૦૦ એકરના વિશાળ મેદાનમાં પ.પૂ. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીના પાવન સાન્નિધ્યમાં સંપન્ન થશે.
કાર્યક્રમની રૂપરેખા અને વિષય
મુખ્ય વિષયઃ આ વર્ષના સમાગમનો મુખ્ય વિષય ‘આત્મ-મંથન' રાખવામાં આવ્યો છે, જે માનવીય મૂલ્યો અને આત્મબોધની દિશામાં માર્ગદર્શન પૂરું પાડશે.
સમયઃત્રણેય દિવસ દરમિયાન બપોરે ૨:૩૦ વાગ્યાથી મુખ્ય સત્સંગ શરૂ થશે. જેમાં દેશ-વિદેશના વક્તાઓ, કવિઓ અને ગીતકારો પોતાના ભાવો રજૂ કરશે.
આર્શિવચનઃ દરરોજ રાત્રે ૯ કલાકે સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પ્રેરણાદાયી પ્રવચનથી સત્સંગનું સમાપન થશે.
તૈયારીઓ અને સુવિધાઓઃ
સેવાઃસમાગમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો સ્વયંસેવકો અને ભક્તો નિષ્કામ ભાવે રાત-દિવસ સેવા આપી રહ્યા છે.
વ્યવસ્થાઃ આવનાર લાખો શ્રદ્ધાળુઓ માટે રહેવા માટેના ટેન્ટ, વિશાળ લંગર (ભોજન), કેન્ટીન, દવાખાના, ર્પાકિંગ અને સુરક્ષાની સુંદર વ્યવસ્થા કરાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી સ્થળ સુધી પહોંચવા વાહનોની સુવિધા પણ ઉપલબ્ધ છે.
પ્રદર્શનીઃ મિશનનો ઈતિહાસ અને સામાજિક કાર્યો દર્શાવતી ‘નિરંકારી પ્રદર્શની' તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખાસ ‘બાળ-પ્રદર્શની' પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ માનવ કલ્યાણના મહાસંગમમાં જોડાવા માટે સર્વ ધર્મપ્રેમી જનતાને નિરંકારી મિશન દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(વિનોદભાઇ માછી (નિરંકારી), નવીવાડી, તા. શહેરા, જિ. પંચમહાલ, મોબાઈલઃ ૯૭૨૬૧૬૬૦૭૫.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
