હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-રશિયા વચ્ચે દોસ્તી કાયમ રહેશેઃ રશિયાના રાજદુત
પંજાબના રાજયપાલ ગુલાબચંદ કટારિયાએ સંપૂર્ણ રામકથા સાંભળી : સનાતન ધર્મ સર્વવ્યાપક છે : પૂજ્ય શ્રી મોરારી બાપૂ : સંયુક્ત રાષ્ટ્રથી લઇને ભારતના ગામડાઓ સુધી નારી સશક્તિકરણ મહત્વપૂર્ણ મુદ્દો-જૈન આચાર્ય લોકેશજીઃ પંજાબ કેસરીની ચેરપર્સન કિરણ ચોપડાએ કહ્યું દિલ્હી NCR માં રામકથા યોજવી મોટી કળપા

રાજકોટ, તા., ૨૨: ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશન માટે ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ઐતિહાસિક ઘટના સર્જાઇ, પ્રથમ વખત રશિયાના રાજદૂતે વિશ્વ શાંતિ માટે આયોજિત આ રામકથામાં હાજરી આપી પનામાના રાજદૂત પણ રામકથા શ્રવણ કરવા પધાર્યા.
કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ સંપૂર્ણ રામકથાનું શ્રવણ કર્યું તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો સમાજમાં નૈતિક મૂલ્યો અને સાંસ્કળતિક ચેતનાને મજબૂત બનાવે છે.
રામકથા દરમિયાન પૂજ્ય શ્રી મોરારી બાપૂએ પોતાના સંદેશમાં જણાવ્યું કે નારીનું સન્માન ભારતીય સંસ્કારો અને પરંપરાઓની આત્મામાં સમાયેલું છે. ભારતીય સંસ્કળતિમાં નારીને માત્ર સન્માન જ નહીં, પરંતુ શક્તિ અને સર્જનનું પ્રતિક માનવામાં આવ્યું છે.
આ અવસર પર જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યુ કે નારી સશક્તિકરણ આજના સમયમાં સંયુક્ત રાષ્ટ્રથી લઈને ભારતના ગામડાઓ સુધી અત્યંત મહત્વપૂર્ણ વિષય બની ચૂકયું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આધ્યાત્મિક મંચો સમાજમાં સમાનતા, કરુણા અને સશક્તિકરણની ભાવનાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વિશ્વ શાંતિ મિશન માટે આયોજિત આ રામકથાનું આયોજન આધ્યાત્મિક ચેતના સાથે સાથે સામાજિક જાગળતિનું પણ શક્તિશાળી માધ્યમ બન્યું છે.
આ તકે રશીયાના રાજદુતે હિન્દીમાં પ્રવચન કર્યુ હતું અને કહયું હતું કે ભારત અને રશીયાની દોસ્તી કાયમ રહેશે. ભારતની ‘વસુદેવ કુટુંબકમ'ની ભાવનાને બિરદાવી હતી. (૪.૧૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
