પૃથ્વીનું જતન કરો, ખનન ન કરોઃ પૂ. મોરારીબાપુ
વિશ્વ શાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વા ભારતી દિલ્હી દ્વારા આયોજીત ‘માનસ સનાતન ધર્મ' શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસ

પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત ‘માનસ સનાતન ધર્મ' શ્રીરામ કથાના પાંચમા દિવસે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, બાગેશ્વરધામના પૂ. ધીરેન્દ્ર શાષાી, ‘આપ કી અદાલત'ના રજત શર્મા સહિતના ઉપસ્થિત રહયા હતા તે તસ્વીરમાં નજરે પડે છે. (૪.૧૨)
રાજકોટ, તા. રરઃ વિશ્વ શાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વ ભારતી-દિલ્હી દ્વારા યોજીત રામકથા ‘માનસ સનાતન ધર્મ' ના પાંચમાં દિવસે, ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા પ્રિય બાપુએ કહયું હતું કે આજે લોકભારતી-સણોસરાના અરૂણદાદા (અરૂણભાઇ દવે) દ્વારા એક સરસ પ્રકલ્પ-યોજના તૈયાર થઇ છે તેનો મંગલ પ્રારંભ થયો અને આ પ્રકલ્પને RAAM- Rising Aportles for Ahinsa and Maitri એવું નામ આપ્યું છે અને એના દ્વારા સો RAAM વાડી વિકસીત થશે. મારી વ્યાસ વાટિકાના ફલાવર્સને અરૂણભાઇ નિમંત્રણ આપવા આવ્યા છે. વિશાલ ભાદાણી અને જયદેવ માંકડ તથા સૌ કાર્યકરો આ પ્રકલ્પમાં જોડાયેલા છે એની પ્રસન્નતા છે. અરૂણદાદા દ્વારા આ ગાંધીકર્મ અને રામકર્મનો અરૂણોદય થયો છે.
આ પ્રકલ્પ અંગે લોક ભારતી વિશ્વ વિદ્યાલયના કુલનાયક વિશાલ ભાદાણીએ સંક્ષિપ્ત જાણકારી આપી હતી અને અરૂણભાઇ દવેએ RAAM પ્રકલ્પનો વિચાર બાપુની રામકથામાંથી આવ્યો છે. એની ભૂમિકા આપી હતી. બાપુના વરદ હસ્તે RAAM પ્રકલ્પની રૂપરેખાની પુસ્તિકા (બ્રોસર) નું લોકાર્પણ થયું હતું. બાપુએ કવિ સ્નેહી પરમારની એક ગઝલના કેટલા શેરનું પઠન કર્યુ હતું. મને ‘સનાતન' એ ચાર અક્ષર વિશે બે-ત્રણ લોકોએ એનું ભાષ્ય લખી મોકલ્યુ છે. બાપુએ પાટી યેન મંગાવીને એમાં ‘અનામત' લખીને એના એક-એક અક્ષરમાં રહેલા સનાતનના ચાર લક્ષણો વિસ્તારથી સમજાવ્યા હતા. ‘સ' એટલે સમતા, ‘ના' એટલે નામસ્મરણ, ‘ત' એટલે તપ, અને ‘ન' એટલે નમ્રતા. સનાતન-સનાતન એટલે કે જે સમતાપુર્વક નિરંતર નામસ્મરણ અને તપ કરે આ બધું નમ્રતા નમ્રપણાના ભાવથી કરે તો એ સનાતન છે.
બાપુએ યુવાનોને ભારપુર્વક-સહદયતાથી અપિલ કરે કે પ્રકૃતિના પાંચ તત્વોની પાઠશાળા હોવી જોઇએ.
આ બે પૂંઠા વચ્ચેનો અભ્યાસક્રમ નથી પણ પ્રકૃતિના તત્વોની નિશાળ છે. બહાર પ્રકૃતિ છે તેની પાઠશાળામાં ભણો...આકાશ-એ આનંદની પાઠશાળા છે, પૃથ્વી-મોટી પાઠશાળા છે, પૃથ્વીનું જતન કરો, ખનન ન કરો, પૃથ્વીનું શોષણ ન કરો, વૃક્ષો ન કપાય, ખોટા રસાયણો અને દવાઓથી પૃથ્વીને બચાવો, વાયુ-એ વ્યાયામ શાળા છે અને અગ્નિ યજ્ઞશાળા છે તો જલ-પાણી આપણી પ્રાણાશાળા છે. જળ એ જીવન છે.
કથા સમાપન સમયે ‘આપકી અદાલત'ના સૂત્રધાર રજત શર્મા તથા ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વરધામ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં અને બન્ને મહાનુભાવોએ પોતાની પ્રસંન્તા વ્યકત કરી હતી. ગુજરાતના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ પણ પોતાનો ભાવ વ્યકત કર્યો હતો અને કથા શ્રવણનો લાભ લીધો હતો. આ ક્ષણે રામકથાના સંયોજક લોકેશ મુનિજીએ જાહેરમાં પ્રતિજ્ઞા કરી હતી કે આજથી હું લોકેશ મુનિ સનાતની તરીકે ઓળખાઇશ. હું મારા નામની પાછળ ‘સનાતન' તરીકે ઓળખાઇશ. હવેથી હું ‘લોકેશમુનિ સનાતન' છું. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)(૬.૧ર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
