હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
મહિલા એડવોકેટને કોર્ટના પરિસરમાં જગ્યા ન ફાળવાતાં વકીલસાહિબા ૧૩ વર્ષથી કારમાં જ ઓફિસ ચલાવે છે
તેઓ કારની પાછળની સીટમાં બેસીને જ તેમના કસ્ટમર્સને મળે છે અને ત્યાં જ બેસીને ક્લાયન્ટસ માટેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરે છે

મધુબની, તા.૨૨: બિહારના મધુબનીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના કૉમ્પ્લેક્સમાં રોજ સફેદ રંગની એક કાર પાર્ક થાય છે અને એ ર્પાકિંગ જ હોય છે વકીલ અનીતા ઝા નામના વકીલની ઑફિસ. છેલ્લાં ૧૩ વર્ષથી તેઓ એમ જ કરે છે. નાની કોર્ટોમાં મહિલા વકીલો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રહેતું હોવાનો તેમનો આરોપ છે. કોર્ટની બહાર વકીલો માટેની જગ્યાએ અનીતા ઝાને બેસીને કામ કરવાની જગ્યા ન આપવા માટે સ્થાનિક કેટલાક વકીલોએ પણ ષડયંત્ર કર્યું હતું. જોકે આ બધાથી પર થઈને અનીતાબહેને પોતાની ઑફિસ જગ્યાના અભાવે કારમાં જ શરૂ કરી દીધી હતી. છેલ્લાં ૨૮ વર્ષમાં અનીતા ઝાએ ૨૦,૦૦૦થી વધુ કેસ સંભાળ્યા છે. તેઓ કારની પાછળની સીટમાં બેસીને જ તેમના કસ્ટમર્સને મળે છે અને ત્યાં જ બેસીને ક્લાયન્ટ્સ માટેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરે છે. (રર.૨૫)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
