હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યૂઝીલેન્ડમાં જબરો કુદરતી પ્રકોપ: ભૂસ્ખલનને કારણે બે ના મોત અને અનેક લાપતા; માઉન્ટ મોંગાનુઈ કેમ્પસાઈટ કાટમાળમાં ફેરવાઈ
"ભારે વરસાદને પગલે ઉત્તર ટાપુ પર તબાહીના દ્રશ્યો, મંત્રીએ સ્થિતિને 'વોર ઝોન' ગણાવી; કાટમાળ નીચેથી મદદ માટેની ચીસો સંભળાઈ હોવાના અહેવાલ

ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ (નોર્થ આઈલેન્ડ) પર ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ભૂસ્ખલનની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે માઉન્ટ મોંગાનુઈના પ્રખ્યાત કેમ્પિંગ ગ્રાઉન્ડમાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સત્તાવાળાઓએ મૃત્યુઆંક વધવાની ભીતિ વ્યક્ત કરી છે.
વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્ઝને આ ઘટનાને 'ઊંડી દુર્ઘટના' ગણાવી છે, જ્યારે ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારની સરખામણી 'વોર ઝોન' સાથે કરી છે.
ન્યૂઝીલેન્ડના બે ઓફ પ્લેન્ટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. ગુરુવારે સવારે સર્જાયેલી ભૂસ્ખલનની ગંભીર ઘટનાઓમાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને અનેક લોકો લાપતા છે. વેલકમ બે વિસ્તારમાં બે મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે માઉન્ટ મોંગાનુઈ ખાતેના એક લોકપ્રિય હોલિડે પાર્ક (કેમ્પસાઈટ) પર ડુંગરનો મોટો ભાગ ઘસી પડતાં અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
સત્તાવાર અહેવાલો મુજબ, માઉન્ટ મોંગાનુઈ એક નિષ્ક્રિય જ્વાળામુખી છે અને ત્યાં આવેલું કેમ્પ ગ્રાઉન્ડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. જોકે, ભારે વરસાદને કારણે જ્વાળામુખીના ગુંબજ નજીક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરેલી કારવાં અને તંબુઓ કચડાઈ ગયા હતા. બચાવ ટુકડીઓ અને સ્નિફર ડોગ્સની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે લાપતા લોકોમાં "ઓછામાં ઓછી એક નાની બાળકી" નો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
