હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકો માટે સોશિયલ મીડિયાના દરવાજા થશે બંધ? આંધ્રપ્રદેશ સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં!
ઓસ્ટ્રેલિયાના કડક કાયદાનું મોડેલ અપનાવશે નારા લોકેશ— હાનિકારક સામગ્રી અને માનસિક સ્વાસ્થ્યના જોખમોથી યુવા પેઢીને બચાવવા માટે મજબૂત કાયદાકીય માળખું ઘડાશે

અમરાવતી: સોશિયલ મીડિયાની માયાજાળ હવે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહી છે, ત્યારે આંધ્રપ્રદેશ સરકાર એક અત્યંત સાહસિક પગલું ભરવા જઈ રહી છે. રાજ્યના આઈટી અને શિક્ષણ મંત્રી નારા લોકેશે સંકેત આપ્યો છે કે સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ બાળકોને ઓનલાઈન ઉપલબ્ધ હાનિકારક અને અયોગ્ય સામગ્રીથી દૂર રાખવાનો છે.
ઓસ્ટ્રેલિયાના માર્ગે આંધ્રપ્રદેશ
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દરમિયાન બ્લૂમબર્ગ સાથે વાત કરતા નારા લોકેશે જણાવ્યું હતું કે, "અમે એક રાજ્ય તરીકે ઓસ્ટ્રેલિયાના ૧૬ વર્ષથી ઓછી ઉંમરના સોશિયલ મીડિયા પ્રતિબંધિત કાયદાનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છીએ. મારું દ્રઢપણે માનવું છે કે બાળકો એટલા પરિપક્વ નથી હોતા કે તેઓ ઇન્ટરનેટ પર જે જોઈ રહ્યા છે તેની ગંભીરતા સમજી શકે. યુવા પેઢીને સુરક્ષિત રાખવા માટે હવે મજબૂત કાનૂની માળખાની જરૂર છે."
બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય
તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના પ્રવક્તા દીપક રેડ્ડીએ આ પહેલને સમર્થન આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નકારાત્મકતા અને ‘ઝેરી’ સામગ્રી બાળકોના કુમળા માણસ પર ખરાબ અસર કરે છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવા માટે પણ થયો હોવાના કિસ્સાઓ બન્યા છે. આ પ્રકારના દુરુપયોગને રોકવા અને જવાબદાર ડિજિટલ વાતાવરણ ઉભું કરવા માટે આંધ્રપ્રદેશ સરકાર કટિબદ્ધ છે.
વિશ્વભરમાં વધી રહી છે ચિંતા
માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના અનેક દેશો હવે બાળકો માટે સોશિયલ મીડિયાના જોખમો અંગે જાગૃત થયા છે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં જ ૧૬ વર્ષની મર્યાદા નક્કી કરતો કાયદો પસાર કર્યો છે, જેનું અનુકરણ હવે આંધ્રપ્રદેશ કરી શકે છે. જો આ કાયદો અમલમાં આવશે, તો આંધ્રપ્રદેશ આવું કદમ ઉઠાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બની શકે છે.
આ નિર્ણયથી ટેક કંપનીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા પડકારો ઉભા થશે, પરંતુ બાળકોના ભવિષ્ય માટે આ એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
