હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્માર્ટફોનની લત પર લગામ: આંધ્રપ્રદેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા થઈ શકે છે 'બેન'
ઓસ્ટ્રેલિયાના મોડલ પરથી પ્રેરણા લઈ આઈટી મંત્રી નારા લોકેશે દાવોસમાં આપ્યા સંકેત : ટિકટોક, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સથી બાળકોને દૂર રાખવા ઘડાશે મજબૂત કાયદો

અમરાવતી: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' દરમિયાન આંધ્રપ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે એક મહત્વની જાહેરાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. લોકેશના મતે, સગીર બાળકો સોશિયલ મીડિયા પર પીરસવામાં આવતી અનિયંત્રિત અને ક્યારેક જોખમી સામગ્રીનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હોય છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક વિકાસને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
આ પ્રસ્તાવિત નિર્ણય પાછળ ઓસ્ટ્રેલિયાનું સફળ મોડલ જવાબદાર છે, જ્યાં તાજેતરમાં જ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ સરકાર આ મોડલનો ઊંડો અભ્યાસ કરી રહી છે જેથી કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને યુટ્યુબ જેવી એપ્સ પર બાળકોના નવા એકાઉન્ટ બનાવવા પર રોક લગાવી શકાય અને જૂના એકાઉન્ટ્સ બંધ કરી શકાય. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે ડિજિટલ યુગમાં બાળકો કયા પ્રકારના ડેટા અને કન્ટેન્ટના સંપર્કમાં આવે છે તેના પર કાયદેસરનું નિયંત્રણ હોવું અત્યંત અનિવાર્ય બની ગયું છે.
ભારતમાં જે રીતે બાળકોમાં સ્માર્ટફોનનો ક્રેઝ વધી રહ્યો છે અને વાલીઓ પણ મજબૂરીમાં કે લાડમાં બાળકોને ગેજેટ્સ આપી રહ્યા છે, તે જોતા આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો આંધ્રપ્રદેશ આ કાયદો લાગુ કરે છે, તો તે આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે, જેના કારણે દેશના અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દે ચર્ચા છેડાશે. નિષ્ણાતો માને છે કે સોશિયલ મીડિયાના અતિરેકને કારણે વધતા સાયબર ક્રાઇમ અને માનસિક તણાવના કિસ્સાઓ ઘટાડવા માટે આ એક સાહસિક પગલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
