<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

૭૭ વર્ષ પછી WHOથી અલગ થયું અમેરિકાઃ ૨૬૦૦ કરોડ ચૂકવવા પડશે

ટ્રમ્‍પ સરકારના આ નિર્ણયની દુનિયા પર પણ અસર પડશેઃ જીનીવા ખાતેથી પોતાનો ઝંડો પણ હટાવ્‍યો

ન્‍યુયોર્ક,તા.૨૩: અમેરિકાએ પોતાને WHO થી અલગ કરી દીધો છે. જીનીવામાં સંગઠનના હેડક્‍વાર્ટર પરથી પોતાનો ઝંડો પઆન હટાવી દીધો છે. અમેરિકાના સ્‍વાસ્‍થ્‍ય અને વિદેશ વિભાગે એક પ્રેસ સ્‍ટેટમેન્‍ટ બહાર પાડ્‍યું છે અને તેમાં ટ્રમ્‍પ સરકારના આ નિર્ણયની પુષ્ટિ કરી છે અને જણાવ્‍યું છે કે અમેરિકા હવે WHO થી બહાર થઈ ગયું છે. પરંતુ સંગઠનને ટ્રમ્‍પ સરકારે ૨૬૦૦ કરોડ ચૂકવવા પડશે. રાષ્ટ્રપતિ ટ્રમ્‍પએ આ સંબંધમાં એક કાર્યકારી આદેશ સાઇન કરીને લાગુ કરી દીધું છે.

બીજી તરફ અમેરિકાએ સંગઠનથી અલગ થવાનો નિર્ણય તેના ઇન્‍ફોર્મેશન મેનેજમેન્‍ટના નિષ્‍ફળ જવાને કારણે લીધી છે. ઇન્‍ફોર્મેશનને કંટ્રોલ, મેનેજ અને શેર કરવામાં નિષ્‍ફળતાને કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે. અને રાષ્ટ્રપતિ ટ્રમ્‍પને ષ્‍ણ્‍બ્‍ ને કોઈ ફંડ, સમર્થન કે સંશાધનની સહાયતા રોકવા માટે તેના અધિકારનો ઉપયોગ કરવો પડ્‍યો હતો. આ માટે એક વર્ષ પહેલા એટલે કે જાન્‍યુઆરી ૨૦૨૫માં જ ષ્‍ણ્‍બ્‍ ને નોટિસ આપી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્‍યું હતું કે અમેરિકા સંગઠનથી અલગ થશે અને બાકી રહેલી તમામ રકમ પણ ચૂકવશે.

જવાની દઈએ કે એક્‍સપર્ટે અમેરિકાના WHO થી અલગ થવાના નિર્ણય પર માત્ર સંગઠનને અસર પડશે એટલું જ નહિ પણ અમેરિકા અને આખી દુનિયા આનાથી પ્રભાવિત થશે. સંગઠન માટે બજેટમાં પણ મુશ્‍કેલી ઊભી થશે. કારણ કે અમેરિકા સંગઠન માટે સૌથી મોટું આર્થિક સહયોગી હતું અને અમેરિકાથી કુલ ફંડિગ લગભગ ૧૮% મળતું હતું. જે હવે નહિ મળે જેના લીધે આવનાર ખતરા વિશે જણ થવી કે તેને રોકવા કે તેના જવાબ આપવા માટે બનાવેલી સિસ્‍ટમ કમજોર થઈ જશે.

અમેરિકા સ્‍વાસ્‍થ્‍ય સભાએ સ્‍પષ્ટ કર્યું છે કે અમેરિકા હવે કોઈ સંગઠનમાં સામેલ થવા માટેની કોઈ યોજના નથી. ગયા વર્ષે સંગઠનને ચેતવણી આપવામાં આવી હતી કે મેનેજમેન્‍ટ ફેઈલ થવાથી અમેરિકા અને દુનિયભરમાં આપવાવાળી સ્‍વાસ્‍થ્‍યને લગતી સેવાઓને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સંગઠન માણ્‍યું નહિ. તો બીજી તરફ WHO ના પ્રવક્‍તાએ અમેરિકાથી અલગ થવાના નિર્ણય પર કહયું છે કે ફેબ્રુઆરીમાં થનાર કાર્યકારી બોર્ડની બેઠકમાં અમેરિકાના બહાર નીકળવાના અને તે અંગેના મુદ્દે ચર્ચા થશે.

(10:10 AM IST)