હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અગાઉના રિટર્ન નિયમિત ભર્યા નહીં હોય તેવા તમામના ઈન્કમટેક્સ રિફંડને અટકાવી દેવાયા
રિટર્ન ભરવા માટે તૈયારી બતાવે તો દંડની રકમ ભરવા કરતા રિફંડ જતા કરવાની સ્થિતિ

મુંબઇ તા.૨૩: ઇન્કમટેક્સ રિટર્ન ભરાયાના ગણતરીના દિવસોમાં જ રિફંડ મળી જતું હોય છે, પરંતુ હજુ પણ અનેક કરદાતાઓના રિફંડ અટવાયા હોવાની વિગતો જાણવા મળી છે. તે માટેનું કારણ એવું છે કે કરદાતા દ્વારા અગાઉના રિટર્ન નિયમિત ભર્યા નહીં હોય તેવા તમામના રિફંડ અટકાવી દેવામાં આવ્યા છે. તેમજ તે કરદાતા દ્વારા ભૂતકાળના રિટર્ન ભરવાની તૈયારી બતાવે તો ટેક્સની રકમ ઉપરાંત ૫૦ ટકા દંડ ભરવો પડે તમે છે. આ કારણોસર રિટર્ન ભરવાના બદલે મોટાભાગના કરદાતા રિફંડ જતું કરી દેતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાના રિફંડ આપવાની પ્રક્રિયા એટલી સરળ બનાવી દીધી છે કે કરદાતાને રિટર્ન ભર્યાના એક જ મહિનામાં તેઓના ખાતામાં રિફંડની રકમ જમા થઇ જતી હોય છે. જોકે હજુ પણ અનેક કરદાતાઓના રિફંડ ખાતામાં જમા થયા નહીં હોવાની વિગતો જાણવા મળી છે. તેમાં વિભાગે કરદાતાએ ભૂતકાળમાં રિટર્ન ભર્યા નહીં હોય તેવા તમામ કરદાતાઓના રિફંડ અટકાવી દીધા છે. તેમજ તેઓને જાણ પણ કરી દેવામાં આવી છે કે ભૂતકાળના રિટર્ન ભરવાના બાકી હોવાના કારણે તમારા રિફંડ અટકાવી દેવામાં આવ્યા છે. તે રિટર્ન આગામી ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ભરવામાં આવશે તો રિફંડ આપવામાં આવશે. હવે કરદાતાની હાલત એવી છે કે ભૂતકાળના રિટર્ન ભરવા જાય તો રિફંડ કરતા વધુ નાણાં ભરપાઈ કરવા પડે તેમ છે. તેના કારણે મોટાભાગના કરદાતાઓ દ્વારા રિફંડ લેવાના બદલે જતા કરી રહ્યા હોવાની હકીકતો જાણવા મળી છે. આ અંગે સીએ નેહા મોદીએ જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા રિફંડ આપતા પહેલા કરદાતાઓ દ્વારા ભૂતકાળમાં નિયમિત રિટર્ન ભર્યા છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરીને જ હવેથી રિફંડ આપી રહ્યા છે. જે પણ કરદાતાના ભૂતકાળના રિટર્ન બાકી હશે તેવા કરદાતાના રિફંડ હાલમાં અટકાવી દેવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
