હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd January 2026
હવામાનમાં પલટો: કચ્છના સરહદી લખપતમાં માવઠું અને ઉત્તર ભારતમાં હિમવર્ષા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વ્યાપક અસરથી ખેડૂતો ચિંતિત: કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની સંભાવના

નવીદિલ્હી: દેશભરના હવામાનમાં એકાએક મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ગુજરાતના કચ્છ સુધી વર્તાઈ રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે કચ્છના છેવાડાના અને સરહદી તાલુકા ગણાતા લખપતમાં અચાનક માવઠું થયું છે. પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
શિયાળાની ઋતુમાં અચાનક વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ સમયે જીરું, રાયડો અને ઘઉં જેવા રવિ પાકો ખેતરમાં ઉભા હોય છે અને કમોસમી વરસાદ આ પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની સંભાવના રહેલી છે, જેને પગલે ખેડૂતોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
