<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ઉત્તર ભારતના હવામાનમાં પલટો: પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા શરૂ: મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી: રાજસ્થાનના જયપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ: હિમાચલ પ્રદેશની પ્રખ્યાત સોલાંગ વેલી અને જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વહેલી સવારથી જ બરફ વર્ષા શરૂ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું*

ઉત્તર ભારતમાં હવામાનનું રૌદ્ર સ્વરૂપ: પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે કાતિલ ઠંડીનું મોજું: રાજસ્થાનના જયપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો: 

બીજી તરફ ઉત્તર ભારતમાં પણ હવામાનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના જયપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

જ્યારે હિમાચલ પ્રદેશની પ્રખ્યાત સોલાંગ વેલી અને જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વહેલી સવારથી જ બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. 

દિલ્હીમાં પણ ઠંડા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે પ્રદૂષણમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ઠંડીનો ચમકારો વધી ગયો છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. 

શિયાળાની ભર સીઝનમાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે. 

પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો અને ખેડૂતો માટે આ બદલાયેલું હવામાન મુસીબત બનીને આવ્યું છે.

(10:47 AM IST)