હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય પાસપોર્ટની તાકાત વધીઃ ૮૦મા ક્રમે પહોંચ્યું
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬: પાકિસ્તાન ટોપ-૧૦૦માં તો આવ્યું પણ મુસાફરીના વિકલ્પો ઘટયા : વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપોરે બાદશાહત જાળવી રાખી

નવી દિલ્હી,તા.૨૩: વર્ષ ૨૦૨૬ માટે જાહેર થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં એશિયન દેશોનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સિગાપોર ૧૯૨ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સાબિત થયો છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે બીજા ક્રમે છે. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત માટે સારા સમાચાર એ છે કે ભારતીય પાસપોર્ટે પાંચ સ્થાનની છલાંગ લગાવીને ૮૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે ભારતીય નાગરિકો વિશ્વના ૫૫ દેશોમાં વિઝા વગર અથવા 'વિઝા ઓન અરાઈવલ'ની સુવિધા સાથે મુસાફરી કરી શકશે. ભારતની આ મજબૂત થતી સ્થિતિ તેના વધતા રાજદ્વારી પ્રભાવ અને આર્થિક સંબંધોની સફળતા દર્શાવે છે.
પાકિસ્તાન માટે આ વર્ષનો અહેવાલ કંઈક અંશે વિરોધાભાસી રહ્યો છે. છેલ્લા દાયકામાં પ્રથમ વખત પાકિસ્તાન ૧૦૦મા ક્રમની અંદર એટલે કે ૯૮મા સ્થાને પહોંચવામાં સફળ રહ્યું છે. જોકે, આ રેન્કિંગમાં સુધારો માત્ર ટેકનિકલ છે, કારણ કે વાસ્તવિક સ્થિતિ ચિતાજનક છે. ગયા વર્ષે ૧૦૩મા ક્રમે હોવા છતાં પાકિસ્તાની નાગરિકો ૩૩ દેશોમાં મુસાફરી કરી શકતા હતા, જે આ વર્ષે ઘટીને માત્ર ૩૧ દેશો થઈ ગયા છે. આમ, રેન્કિંગમાં ૫ સ્થાનનો સુધારો થયો હોવા છતાં, વિઝા-મુક્ત મુસાફરીની પહોંચમાં બે દેશોનો ઘટાડો થયો છે, જે પાકિસ્તાન માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, પヘમિી દેશોમાં અમેરિકાએ ફરી એકવાર ટોપ-૧૦માં વાપસી કરીને પોતાની શક્તિ બતાવી છે. ૧૭૯ દેશોની એક્સેસ સાથે યુએસ ૧૦મા સ્થાને છે. જોકે, સૌથી નબળા પાસપોર્ટની યાદીમાં અફઘાનિસ્તાન હજુ પણ તળિયે છે, જ્યાંના નાગરિકો માત્ર ૨૪ દેશોમાં જ વિઝા વગર જઈ શકે છે. અહેવાલ મુજબ, વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી નબળા પાસપોર્ટ વચ્ચેની ખાઈ ૨૦૦૬માં ૧૧૮ દેશોની હતી, જે હવે વધીને ૧૬૮ દેશોની થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે વિશ્વના સમૃદ્ધ અને વિકાસશીલ દેશો વચ્ચે મુસાફરીની સ્વતંત્રતાના મામલે અસમાનતા સતત વધી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
