હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બદલાપુરમાં ફરી ચકચારઃ ૪ વર્ષની બાળકી પર સ્કૂલની વેનમાં બળાત્કાર

બદલાપુર,તા.૨૩: બદલાપુર-વેસ્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલથી ઘરે પાછા ફરતી વખતે સ્કૂલની વેનમાં ૪ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હોવાની ચકચારી ઘટના બની છે. સ્કૂલની વેનના ચાલકે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આપેલી માહિતી મુજબ રોજ સ્કૂલની જે વેનમાં બાળકી જતી હતી એ જ વેનના ડ્રાઇવરે તેને ઘરે મૂકતાં પહેલાં તેના પર જાતીય હુમલો કર્યો હતો. બાળકીએ ઘરે પહોંચ્યા પછી તેના પેરન્ટ્સને આ બાબતે જણાવ્યું હતું. તેણે એવું પણ કહ્યું કે આરોપીએ તેને મારીને તેના કુકર્મ વિશે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી. આ બનાવ બન્યો ત્યારે વેનમાં મહિલા કેરટેકર પણ હાજર નહોતી.
આ ઘટનાની જાણ થતાં ગુસ્સે ભરાયેલા પેરન્ટ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બદલાપુરમાં અગાઉ પણ આવી જ ઘટના બની હતી. લોકોએ વેનની તોડફોડ કરીને રોષ ઠાલવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બાળકીની મેડિકલ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
