હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AIIMS બહાર વેદનાનું હિમ: કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર થીજી રહેલી ગરીબ દર્દીઓની 'જીવન આશા'
દિલ્હીની ઠંડીમાં હીટરની હૂંફ નહીં, પણ ખુલ્લા આકાશ નીચે લાચારીનો ઓછાયો; હજારો માઈલ દૂરથી આવેલા પરિવારો માટે ફૂટપાથ જ બન્યું ઘર

નવી દિલ્હી:દેશની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલ ગણાતી દિલ્હી AIIMS ગરીબો માટે સારવારની છેલ્લી આશા છે. પરંતુ આ આશા સુધી પહોંચતા પહેલા ગરીબ પરિવારોએ જે અગ્નિપરીક્ષા (કે ઠંડીની પરીક્ષા) આપવી પડે છે, તેનું દ્રશ્ય કંપાવી દે તેવું છે. વહેલી સવારે ૪ વાગ્યે જ્યારે દિલ્હીનું તાપમાન હાડ થીજવી દે તેવું હતું, ત્યારે એઈમ્સના સબવે અને ફૂટપાથ પર જે જોયું તે હૃદયને હચમચાવી દે તેવું હતું.
વહેલી સવારે સબવેની અંદર અને બહાર ચારેતરફ ગાદલા-ગોદડાં વીંટાળીને સૂતેલા લોકોના ઢગલા દેખાતા હતા. આ એ લોકો છે જેઓ હજારો કિલોમીટર દૂર બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાંથી પોતાના સ્વજનના ઇલાજ માટે અહીં આવ્યા છે. શરીર પર ઊનના અનેક વસ્ત્રો હોવા છતાં જ્યાં ઠંડી રોકાતી નથી, ત્યાં આ ગરીબો માત્ર પ્લાસ્ટિકની સીટ અને ફાટેલા ધાબળાના સહારે રાતો કાઢી રહ્યા છે.
AIIMSમાં સારવાર માટે લાંબો સમય પ્રતીક્ષા કરવી પડે છે. હોસ્પિટલની અંદર જગ્યા નથી અને ખાનગી હોટલો કે ધર્મશાળાઓમાં રહેવાનું આ ગરીબ પરિવારોના ગજા બહાર છે. પરિણામે, કેન્સર કે હૃદય જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને તેમના લાચાર પરિવારો ખુલ્લા આકાશ નીચે અથવા સબવેમાં રહેવા મજબૂર છે. સવારના ૪ વાગ્યાથી જ તેઓ લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે જેથી ડોક્ટરની એક મુલાકાત મળી શકે.
ત્યાં હાજર એક પરિવારે જણાવ્યું કે, "અમે ઇલાજ માટે આવ્યા છીએ, પણ અહીંની ઠંડી અમને વધુ બીમાર કરી રહી છે. રૂમ હીટર તો દૂરની વાત છે, અહીં તો ઓઢવા માટે પૂરા ધાબળા પણ નથી." ઉનાળાની આકરી ગરમીમાં પીગળી જવું અને શિયાળાની ઠંડીમાં થીજી જવું - એઈમ્સની ફૂટપાથ પર રહેતા હજારો લોકો માટે આ વર્ષોની નિયતિ બની ગઈ છે.
: શું ભારતની આધુનિક હેલ્થકેર સિસ્ટમમાં આ ગરીબો માટે માથું ઢાંકવાની યોગ્ય વ્યવસ્થા ક્યારેય થશે ખરી? સરકારો આવે છે અને જાય છે, પણ એઈમ્સની બહાર ફૂટપાથ પર પથરાયેલી આ લાચારી દાયકાઓથી યથાવત છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
