હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અર્થતંત્ર પર આરપારની જંગ: રાહુલ ગાંધીએ કહ્યું 'ડેડ ઇકોનોમી' : ભાજપે કર્યો પલટવાર
અમેરિકી ટેરિફ મુદ્દે દિલ્હીના રાજકારણમાં ગરમાવો: વિપક્ષના નેતાએ કાપડ ઉદ્યોગની પડતી માટે સરકારને ઘેરી : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિકાસના કરોડોના આંકડા રજૂ કરી રાહુલે ફેલાવેલી 'અફવા'નો પર્દાફાશ કર્યો

નવી દિલ્હી : ભારતના કાપડ ઉદ્યોગ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને લઈને દેશના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા ભારતની અર્થવ્યવસ્થાને "મૃત" ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી કે અમેરિકાના 50% ટેરિફને કારણે દેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ ઘૂંટણિયે પડી ગયો છે, ફેક્ટરીઓ તાળાબંધીની કગાર પર છે અને લાખો લોકોની રોજગારી જોખમમાં મુકાઈ છે. રાહુલે આરોપ લગાવ્યો કે નોટબંધી અને જીએસટીના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં સરકારે નિકાસકારોને ભગવાન ભરોસે છોડી દીધા છે.
રાહુલ ગાંધીના આ વિસ્ફોટક નિવેદન બાદ ભાજપે પણ વળતો પ્રહાર કરવામાં જરાય મોડું કર્યું નથી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આંકડાકીય દલીલો સાથે મેદાનમાં ઉતરીને જણાવ્યું કે કાપડ ઉદ્યોગ ડૂબી રહ્યો નથી, પરંતુ રેકોર્ડ બ્રેક પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન કાપડ નિકાસ વધીને ૧.૦૨ લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે, જે અગાઉના વર્ષ કરતા અનેકગણી વધુ છે. ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ વિદેશી નેતાઓના નિવેદનોને પકડીને દેશની છબી ખરડવાનું કામ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં આ ક્ષેત્રમાં ૫ કરોડથી વધુ લોકોને રોજગારી મળી રહી છે.
આ રાજકીય સંઘર્ષની પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીનો પણ મોટો હાથ છે, જેમાં તેમણે રશિયા અને ભારતની અર્થવ્યવસ્થાઓને પડકારજનક ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્રમ્પની વાતોને ટેકો આપી સરકારની 'એસેમ્બલ ઇન ઇન્ડિયા' યોજનાને નિષ્ફળ ગણાવી છે. બીજી તરફ, સરકારનો દાવો છે કે ૬૦,૦૦૦ કરોડનું નવું રોકાણ કાપડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકી રહ્યું છે. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના આ 'ડેટા વોર' એ સામાન્ય જનતા અને વેપારીઓમાં ભારે ઉત્તેજના જગાવી છે કે ખરેખર ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
