હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મસ્જિદો અને મદરેસાઓ પર લહેરાશે તિરંગો!: છત્તીસગઢ વકફ બોર્ડનો 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઐતિહાસિક આદેશ
બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા તમામ ધાર્મિક સંસ્થાઓના મુખ્ય દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ફરજિયાત કરાયું

રાયપુર : છત્તીસગઢના આકાશમાં આ વર્ષે પ્રજાસત્તાક દિને એક નવો જ નજારો જોવા મળશે. રાજ્ય વકફ બોર્ડે એક ક્રાંતિકારી પહેલ કરતા આદેશ આપ્યો છે કે પ્રદેશની તમામ મસ્જિદો, મદરેસાઓ અને દરગાહો પર ૨૬ જાન્યુઆરીના રોજ શાનથી તિરંગો લહેરાવવામાં આવે. આ માત્ર એક આદેશ નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરવાનો એક જન-ઉત્સવ બની રહેશે. બોર્ડનું માનવું છે કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધર્મ અને જ્ઞાતિના વાડાઓથી ઉપર ઉઠીને થવી જોઈએ.
વકફ બોર્ડના અધ્યક્ષ ડૉ. સલીમ રાજે આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દેશ જ્યારે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. આ આદેશ દ્વારા મસ્જિદો અને મદરેસાઓને રાષ્ટ્રીય મુખ્યધારા સાથે વધુ ગાઢ રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્વતંત્રતા દિવસની જેમ જ પ્રજાસત્તાક દિવસ પણ ભાઈચારા અને સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક તરીકે ઉજવવો એ સમયની માંગ છે.
આ નિર્ણયની વિશેષતા એ છે કે, દરેક ધાર્મિક સંસ્થાએ તેમના મુખ્ય પ્રવેશદ્વાર પર તિરંગો ફરકાવીને દેશની એકતાનો સંદેશ આપવાનો રહેશે. અગાઉ ૨૦૨૫ના સ્વતંત્રતા દિવસ પર પણ આવો જ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેની સકારાત્મક અસર જોઈને બોર્ડે ફરી આ ડગલું ભર્યું છે. આ પગલાથી છત્તીસગઢમાં દેશભક્તિનું એક નવું મોજું ફરી વળશે અને સમગ્ર દેશમાં એકતા અને ગરિમાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
