હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માનવતા શર્મસાર : જમીનના દસ્તાવેજ માટે ખેડૂતની લાશને ત્રણ દિવસ ફ્રીઝરમાં રખાઈ!
સીતામઢીમાં સંબંધો પર ભારે પડી મિલકતની લાલચ: વીજ કરંટથી ખેડૂતના મોત બાદ પંચાયતે આપ્યું ક્રૂર ફરમાન: વળતરની જમીન નામે ન થઈ ત્યાં સુધી અંતિમ સંસ્કાર પર લગાવી રોક

સીતામઢી : બિહારના સીતામઢી જિલ્લાના મલાહી ગામમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. ૫૫ વર્ષીય ખેડૂત નઈમ અંસારીનું ખેતરમાં સિંચાઈ કરતી વખતે કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. પરંતુ, આ દુઃખદ અવસરે શોક મનાવવાને બદલે આખું ગામ એક અજીબ 'સોદાબાજી'માં વ્યસ્ત થઈ ગયું. જે ખેતરમાં વાયર લગાવવામાં આવ્યો હતો તેના માલિક પાસેથી વળતર લેવા માટે ગ્રામ પંચાયતે એવો આઘાતજનક નિર્ણય લીધો કે જ્યાં સુધી ચાર કઠ્ઠા જમીનની નોંધણી મૃતકના પરિવારના નામે ન થાય, ત્યાં સુધી લાશને અગ્નિદાહ આપવામાં આવશે નહીં.
ગામના આ અમાનવીય હુકમનામાને કારણે નઈમ અંસારીનો મૃતદેહ ત્રણ દિવસ સુધી રેફ્રિજરેટરમાં (ફ્રીઝર) બંધ રાખવામાં આવ્યો હતો. એક તરફ પરિવાર વિલાપ કરી રહ્યો હતો, તો બીજી તરફ જમીનની નોંધણી માટે કાગળિયાની દોડધામ ચાલી રહી હતી. આધુનિક યુગમાં જ્યાં આપણે માનવ અધિકારોની વાતો કરીએ છીએ, ત્યાં એક મૃતદેહને માત્ર મિલકતની લેતી-દેતી માટે 'બંધક' બનાવી રાખવામાં આવ્યો. આખરે ૨૨ જાન્યુઆરીએ જ્યારે રજીસ્ટ્રેશન ઓફિસમાં જમીનના દસ્તાવેજો પર સહી-સિક્કા થયા, ત્યારે જ આ કમનસીબ ખેડૂતને ફ્રીઝરમાંથી બહાર કાઢી પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યા.
આ સમગ્ર મામલે ગ્રામજનો અને પરિવારજનોએ પોલીસને એમ કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો કે મૃતકના પુત્રો વિદેશથી આવવાના હોવાથી વિલંબ થયો હતો. જોકે, અસલી કારણ જમીનનો વિવાદ હોવાનું સ્પષ્ટ જણાતું હતું. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિવારે પરસ્પર સંમતિ હોવાનું જણાવી પોસ્ટમોર્ટમ કરાવવાની પણ ના પાડી દીધી હતી. કાયદાકીયૂ રીતે પોલીસ પાસે કોઈ લેખિત ફરિયાદ ન હોવાથી તેઓ પણ લાચાર બની ગયા હતા. આ કિસ્સો સાબિત કરે છે કે આજની ભૌતિકવાદી દુનિયામાં ક્યારેક માનવીય સંવેદનાઓ મિલકતના કાગળો નીચે દબાઈને દમ તોડી દે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
